આજે ફાગવેલ નું નામ આવતા વીર ભાથીજી મહારાજની તરતજ યાદ આવી જાય ફાગવેલ ગામ ને આજે કોણ નથી જાણતું આજે ખુબજ જાણીતું એવું ભાથીજી મહારાજનું આ મંદિર વિશ્વ વિખ્યાત મંદિર છે. આજે આપણે બધા જાણીયે છીએ વીર ભાથીજી મહારાજે પુરેલા પરચા જગ વિખ્યાત છે. તો આજે ફાગવેલ મા આવેલા ભાથીજી મહારાજ ના મંદિર વિશે વાત કરીયે.
વીર ભાથીજી મહારાજનો જન્મ નવા વર્ષના દિવસે કારતક સુદ એકમ સવંત ૧૬૦૦ માં થયો હતો. તેઓ ઘરમાં બધા ભાઈ બહેનો મા સૌથી નાના ભાથીજી હતા અને તેમની બે બહેનો અને એક મોટા ભાઈ હતા તેમનો પરિવાર ફાગવેલ મા રહેતો હતો તેમનો પરિવાર ફાગવેલ ગામના ક્ષત્રિય રાજવીર પરિવાર તરીકે ગણાય છે. ફાગવેલ ગામ નડિયાદથી ૫૪ કિલોમીટર દૂર આવેલું છે. ફાગવેલ ગામમાં ક્ષત્રિય રાજવીર પરિવારમા ભાથીજી નો જન્મ થયો હતો.
ભાથીજી ના બાળપણ ની વાત કરી એતો તેવો એક વખત ઘરની બહાર પોતાના મિત્રો સાથે રમતા હતા ત્યારે ત્યાં અચાનક એક નાગ આવી ગયો હતો.ત્યારે ભાથીજી સાથે રમતા બીજા બાળકો ડરીને પોતાના ઘરે ભાગી ગયા.ત્યારે ભાથીજી ડર્યા વગર નાગદેવને રમાડવા લાગ્યા અને ઘરમાંથી દૂધ લાવીને નાગદેવને પીવડાવવા લાગ્યા ત્યારે જોનારા લોકોને આ ભાથીજી મહારાજ મા કોઈ શક્તિ હોય તેવું લાગિયું ને વાતો થવા લાગી કે આ કોઈ સામાન્ય બાળક નથી ત્યારે
સમય સાથે ભાથીજી મોટા થતા ગયા પણ ભાથીજી નાગદેવ ની જોડે કાયમ રમતા હતા જે તેમના મિત્રોએ જોઈને ભાથીજી ના ઘરે વાત કરી તો કોઈ માનવાજ તૈયાર નોતું પણ જયારે પરિવાર ના લોકોએ તેમને નાગદેવતા ના રાફડા પાસે જઈને નાગ ને દૂધ પીવડાવવા લાગ્યા તે જોયે ને પરિવાર ના લોકો પણ એવું માનવા લાગ્યા કે આ સામાન્ય બાળક નથી.
સમય વીતતો ગયો ને ભાથીજીના લગ્નનો સમય આવી ગયો પરિવાર મા તેમના લગ્ન ની વાતો થવા લાગી ને તેમના લગ્ન કંકુબા સાથે નક્કી થયા જ્યારે ભાથીજી મહારાજના લગ્ન સમયે ચોરીમા ત્રણ ફેરા ફરી લીધા અને જયારે ચોથો ફેરો ફરવાનો ચાલુ થાય તે પેલા તેમના ગામના એક વ્યક્તિએ કહ્યું કે બહારવટિયા ગામ માંથી ગાય ચોરી જાય છે.
આ વાત જાણીને ભાથીજી લગ્ન મંડપ માંથી અધૂરા મંગળફેળા મૂકીને ગાયોને બચાવા માટે ઘોડી પર સવાર થયેને નીકળી જાય છે.ત્યારે ભાથીજી ગાયોને બચાવવા ફાગવેલ નજીક રણમાં ગયા ત્યારે ગાયને રક્ષા કરવામાં એકલા હાથે લડતા લડતા શહીદ થાય છે. ત્યારે નાગદેવતા તેમની રક્ષા કરવા માટે આવે છેઅને ગાયોને બચાવી લેતા હોય છે.
આજે પણ ભાથીજી મહારાજ ફાગવેલ ગામમા પરચા પુરે છે ને ભક્તોની સદાય સહાય કરે છે.