પતિ અને પત્ની ના બે નાના – નાના માસુમ બાળકો છે. પતિ મહેનત કરી તેમનું ઘર ચલાવતો હતો. અને તેમનું જીવન હસી-ખુશી થી ચાલી રહ્યું હતું તો એવું તો શું થયું બંને ના જીવનમાં.
એક દિવસ એવી ઘટના બને છે કે પિતા બે બાળકોને બહાર રમવા માટે મોકલે છે. અને તે ઘર નો દરવાજો અંદર થી બંધ કરી છે અને પછી ઘર માં પડેલા લોખંડના હથોડા થી પત્નીના માથા પર મારે છે. માથા પર વાગવાથી પત્ની લોહી થી લતપત થઇ ને નીચે પડી જાય છે. અને પતિ પત્નીની લાશને બેડ ઉપર મૂકી ને તેની બાજુમાં સુઈ જાય છે. એવું તો બંને વચ્ચે શુ હતું કે પતિ એ પત્નીની હત્યા કરી. અને બે માસુમ બાળકો નું પણ ના વિચાર્યુ
આ ઘટના કોખરાજ થાણા ની જલાલપુર ગામ ની છે. રાકેશ કુમાર અને લક્ષ્મી દેવીના લગ્ન ૮ વર્ષ પહેલા થયા હતા. પત્ની કેટલાક દિવસ થી પતિ સાથે સરખી રીતે વાત કરતી ન હતી. પતિ કઈ પણ પૂછે કે કઈ બોલે તો પત્ની સરખી વાત કરતી ન હતી. તો પતિ ને ધીમે ધીમે તેની પત્ની પર શંકા થવા લાગી કે પત્નીનું કોઈ બીજા સાથે કોઈ સબંધ તો નથી ને પછી પિતા એ બે બાળકો ને ઘરની બહાર રમવા મોકલી ઘરનો દરવાજો અંદર થી બંધ કરી પત્નીને પૂછ્યું કે તું કેમ મારી સાથે સરખી રીતે વાત કરતી નથી તારે કોઈ બીજા સાથે સબંધ તો નથી ને આ સાંભરતા ની સાથે જ પત્નીને ગુસ્સો આવી ગયો. અને પતિ પત્ની વચ્ચે ઝગડો થવા લાગ્યો. અને પતિ એ પત્નીને મારી નાખી. અને પતિ પત્નીની બાજુમાં બેભાન થવાનું નાટક કરી પડી રહ્યો.
