રાજસ્થાન જેટલું સુંદર છે એટલું જ વિચિત્ર પણ છે. આજે અમે તમને રાજસ્થાનમાં આવેલા એક એવા જ મંદિર વિષે જણાવીશું જે તેની આ અનોખી પરંપરાના લીધે તે દેશ વિદેશમાં ફેમસ છે. કારણ કે આ મંદિરમાં ભક્તોથી ઉંદરોની સંખ્યા જોવા મળે છે. આ મંદિરમાં ઉંદરોને પવિત્ર માનવામાં આવે છે અને અહીં દર્શન કરવા આવતા ભક્તો દ્વારા તેમને દૂધ, લડ્ડુ જેવો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
આ મંદિર કરણી માતાનું છે અને તે બિકાનેરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે. બિકાનેરમાં આવેલા આ કરણી માતાના મંદિરમાં ૨૦ હજારથી પણ વધારે ઉંદર રહે છે. આ મંદિરમાં જેટલા ભક્તો પણ આવે છે. તેમને ઉંદરો દ્વારા એથી કરેલી પ્રસાદી આપવામાં આવે છે. ચમત્કારની વાતતો એ છે કે મંદિરમાં આટલા ઉંદર હોવા છતાં કોઈપણ જાતની દુર્ગંધ નથી આવતી.
આજ સુધી આ મંદિરમાં ઉંદરો દ્વારા કોઈપણ જાતની બીમારી ફેલાઈ નથી. આ મંદિરમાં માન્યતા છે કે ઉંદરોનો એઠો પ્રસાદ ખાવાથી ભક્તોની મનોકામના ચોક્કસ પણે પુરી થાય છે અને તમે આ મંદિરમાં દર્શન કરવા માટે જાઓ અને જો તમને આ ૨૦ હજાર કાળા ઉંદરોમાં સફેદ ઉંદરના દર્શન થઇ જાય છે. તો તમારી મનોકામના અવશ્ય પણે પુરી થાય છે.
આ મંદિરમાં ઉપસ્થિતિ ઉંદરોને કાવા કહેવામાં આવે છે અને ભક્તો દ્વારા માતાને જે પ્રસાદ ચડાવવામાં આવે છે. તેને પહેલા ઉંદરોને ચઢાવવામાં આવે છે અને પછી તેજ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ મંદિરની ખ્યાતિ ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશોમાં પણ ફેલાયેલી છે. વિદેશોથી ફરવા માટે આવતા પ્રવાસી પણ આ મંદિરની જરૂરથી મુલાકાત લે છે.