આજે ખેડૂત આધુનિક અને નવીનતામાં પાકો લેવા માટે પ્રેરાયા છે. જૂની પરંપરાગત ખેતી છોડી ને આધુનિક ખેતી કરી ને લાખોની કમાણી કરી રહ્યાના ગણા લોકો આજે આપણી સામે છે. આમતો એવું માનવામાં આવે છે કે સ્ટ્રોબેરી ની ખેતી મોટા ભાગે ઠંડક વારા પ્રદેશોમાં થાય છે. સ્ટોબેરી ની ખેતી માટે આ હિમાચલનું વાતાવરણ અનુકૂળ હોવાથી તે રાજ્યો મા વર્ષો થી સ્ટોબેરી ખેતી કરવામાં આવે છે પણ હવે ગુજરાતનો ખેડૂત પણ સ્ટોબેરીની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યો છે.
આમ તો સ્ટોબેરીની ખેતી જ્યાં હવામાન મા ઠંડકનું પ્રમાણ વધુ રહેતું હોય તેવા વિસ્તાર મા કરવામાં આવે છે પણ હમણાં થોડા સમય થી ખેડૂતો પરંપરાગત ખેતી છોડી ને નવતર પ્રયોગો કરીને નવી નવી બાગાયત ખેતી કરી રહ્યા છે ને તેમાં સારુ એવું કમાઈ પણ રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોટ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં સ્ટોબેરીની સફળ ખેતી કરી ને એક મિસાલ કાયમ કરી છે. પ્રગતીશીલ ખેડૂત અશોકભાઈ એવું મને છે કે બીજા ખેડૂતો કરતા અલગ જ ખેતી કરવી જોઈએ.
આ અશોકભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી સ્ટોબેરી ની ખેતી કરી રહ્યા છે તેના માટે જે ધરું લાવવો પડે તે તેઓ હિમાચલ પ્રદેશ થી લાવે છે અને તેમાં એક વીઘે 12000 છોડ ની જરૂર પડતી હોય છે તેઓ આ વર્ષે ટોટલ 10 વીઘા સ્ટોબેરી ની વાવણી કરી છે.
તેમાં એક છોડ પાછળ 12 રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ તેમાં સરકાર દ્વારા ૫૦ ટકાની સબસિડી આપવામાં આવે છે જેનાથી ખેડૂતોને રાહત રહે છે અને ખેડૂત નવીનત્તમ ખેતી માટે પ્રેરાય છે. સ્ટોબેરી ના પાકની વાવણી અંદાજે ઓક્ટોબર મહિનામાં થઈ જતી હોય છે. અને ૪૫ દિવસની આસપાસ તે પાક તૈયાર થઇ જવા માંગતો હોય છે અને તે માર્ચ મહિના સુધી ઉતરતો રહેતો હોય છે.
જ્યારે આ સફર ખેડૂતે આ પાકની વાવણી કરવા નું વિચાર્યું ત્યારે તેમના આસપાસના લોકોને નવાઈ જેવું લાગતું હતું પરંતુ તેમનો આ પાક જોવા માટે અંદાજિત દરરોજ પચાસ માણસો જોવા આવતા હશે.
આજે મિત્રો પરમ પરંપરાગત ખેતી છોડી ને ગુજરાત ના ખેડૂતો આજે નવીનતામાં ખેતી કરવા માટે પ્રેરાયો છે ને આજે સારી એવી આવક લઈ રહ્યા છે.