છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે સાથે સાથે નસીબ પણ ચમકાવે છે. જ્યોતિષ અનુસાર ઘણા એવા છોડ છે જે ખૂબ શુભ માનવામાં આવે છે. તુલસી, કેળ, લજામણી ના છોડને હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે અને તેને પવિત્ર પણ માનવામાં આવે છે.
ઘરમાં આવા છોડનું હોવું શાસ્ત્રો અનુસાર શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ છોડ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર કરે છે અને નસીબ પણ ચમકાવે છે. જાણો ઘરમાં લજામણીના છોડને લાગવાથી શું ફાયદો થાય છે. તેને ક્યાં રાખવો જોઈએ.
લજામણીના છોડને ઘરના ઈશાન ખુણામાં લગવવો જોઈએ અને તેની આસપાસમાં સ્વચ્છતા રાખવી જોઇએ. તેને દરરોજ પાણી નાખવું જોઈએ. તેવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ માં વધારો જોવા મળશે. લજામણીના છોડમાં ઘણા બધા ઔષધીય ગુણો જોવા મળતા હોય છે અને તે નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે.
તે છોડ પર આસમાની કલરના ફૂલ આવે છે અને શનેદેવને તે કલર પ્રિય માનવામાં આવે છે. તે છોડની પૂજા કરવાથી શનિદેવ ની પૂજા કરવા સમાન માનવામાં આવે છે. તેનાથી આર્થિક સમશ્યા દૂર થાય છે. જીવનમાં આવનારો સમય શુભમય નીવડે છે.