લાખો પ્રયત્ન છતાં પણ તમારું કિસ્મત સાથ નથી આપી રહ્યું. મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી. ઘરમાં પૈસા ને લઈને ઘરમાં વાતાવરણ ખરાબ રહે છે તો કોઈ ઉપાય કરવો જોઇએ. આજે અમે તમને ચાવી તાળા નો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી કિસ્મતના તાળા ખુલી જશે.
જેમનું નસીબ બંધ હોય તેમનું નસીબ ખોલવા માટે કોઈ ઉપાય કરવા જોઈએ. તેના માટે બંધ તાળું ચાવી લગાવેલું લાવીને શુક્રવારની રાત્રે આખી રાત જોડે રાખવાનું. બીજા દિવસે સવારે કોઈ પણ મંદિરમાં મૂકી આવો. આવું કરવાથી તમારા ભાગ્યનો સાથ મળશે.
સવારે ઊઠીને જમીન પર પગ રાખતા પહેલા હાથની હથેળી જોવી જોઈએ. પછી હાથ જોવાનો મંત્ર બોલીને હાથને ત્રણ વાર ચહેરા પર ફેરવવાનો. પછી તે હાથ જોડીને ભગવાનનું ધ્યાન ધરવાથી હાથમાં રહેલ લક્ષ્મી માતા, સરસ્વતી માતા અને વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મળે છે.
કાળા કૂતરાને બાજરીનો રોટલો ખવડાવવાથી બહુ લાભ થાય છે.
ઈચ્છાઓ પૂરી કરવા માટે દરરોજ પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ.
અમાસના દિવસે ગરીબ તથા ગાયને ભોજન કરાવવું જોઈએ. આવું કરવાથી પિતૃ દોષ ખતમ થાય છે અને ઊંગેલી કિસ્મત જાગી જાય છે.