સારું સ્વાસ્થ્ય રાખવા માટે સફરજન ખાવું એક સારો ઉપાય છે. તેને ખાવાથી ઘણા બધા લાભ થાય છે. માં બહુ બધો ફાઇબર અને પોષક તત્વો હોય છે જે શરીરના ગણા એવા અંગોની લાભ પહોંચાડે છે. પરંતુ સફરજન ખાવાનો સાચો ફાયદો ત્યાંરે મળે છે જ્યારે તેની સાચા સમય અને સાચી રીતે ખાવામાં આવે. તે ઇમ્યુનિટી વધારે છે અને ઘણી બીજી બીમારીઓથી બચાવે છે.
રોજનું એક સફરજન ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને વધુ રોકે છે જેનાથી હૃદયરોગની બીમારીઓમાંથી બચી શકાય છે.
દરરોજ એક સફરજન ખાવાથી કબજિયાત અને ગેસ જેવા રોગોમાંથી રાહત મળે છે. સફરજનનો મુરબ્બો પણ તેવામાં લાભદાયક છે.
સફરજન ખાવાથી કે તેનો જ્યુસ પીવાથી અસ્થમા અને હાર્ટ એટેક જેવા રોગોમાંથી રાહત મળે છે. તેમાં રહેલ ફ્લેવોનોઈડ્સ ફેફસાને મજબૂત બનાવે છે.
સફરજન બ્લડ શુગર ને પણ કન્ટ્રોલ કરે છે અને શરીરને અને જરૂરી ગ્લુકોઝ પણ આપે છે.
સફરજન ખાવુંએ ફાયદાકારક છે પરંતુ તેને સાચા સમયે ખાવાથી વધુ ફાયદો મળતો હોય છે. સફરજનને સવારમાં ખાવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આમ તો સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે ખાઈ શકાય છે. રાત્રે સફરજન ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.