દેશની સૌથી અઘરી પરીક્ષા એટલે યુપીએસસી એક્ઝામ તેની તૈયારી માટે મોટાભાગના વિદ્યાર્થીઓ કોચિંગ નો સહારો લેતા હોય છે અને તોપણ મોટાભાગના લોકોને સફળતા નથી મળી શકતી. તેવીજ એક કહાની મધ્યપ્રદેશના નરસિંહપુર માં રહેવા વાળી તપસ્યા પરિહાર ની છે. તેમની આ પરીક્ષાની તૈયારી માટે કોચિંગ જોઈન કર્યું. પરંતુ તેમની સફળતા ન મળી પછી તેમને જાત મહેનત પર વિશ્વાસ કર્યો અને આખા ભારતમાં ૨૩મો રેન્ક પ્રાપ્ત કરીને અધિકારી બની.
મૂળ મધ્યપ્રદેશના નરસિંહપુર માં રહેવા વારી તપસ્યા પરિહાર ને બારમા સુધીનો અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય માં કર્યો. બારમા ધોરણ પછી પૂણેની ઇન્ડિયન લો સોસાયટી લો કોલેજ મા એડમિશન લીધું અને ત્યાંથી વકાલત નો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પૂરો કર્યા પછી તપસ્યા પરિહાર ને યુપીએસસી પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો.
તે પરીક્ષાની તૈયારી માટે કોચિંગ ક્લાસ ડ્રોઈંગ કર્યા પરંતુ પહેલા પ્રયત્નમાં જ સફળતા ના મળી અને પ્રી પરીક્ષામાં ફેલ થઈ ગઈ અને જાતે મહેનત કરવાનો નિર્ણય કર્યો. પછી તેમને સંપૂર્ણ ધ્યાન જાત મહેનત પર આપ્યું. જ્યારે બીજા પ્રયત્ન માટેની મહેનત ચાલુ કરી ત્યારે તેમને એક ગોલ નક્કી કર્યો કે વધુમાં વધુ આન્સર પેપર સોલ કરવા.
તપસ્યા પરિહાર ને પરીક્ષાની તૈયારી માટે આયોજનમાં બદલાવ લાવીને ખૂબ મહેનત કરી અને તે મહેનત આખરે રંગ લાલ તેમને 2017માં આખા ભારતમાં 23 મો નંબર પ્રાપ્ત કરીને આઇ.એ.એસ બનવામાં સફળતા પ્રાપ્ત કરી.
તપસ્યા પરિહાર ને જ્યારે પરિવારને આ પરીક્ષાની તૈયારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમના પરિવારે કોઈપણ જાતના સંકોચ વિના તેમનો સાથ આપ્યો. તેમના પિતા મૂળ કિસાન છે અને કિસાન ની દીકરી આવી પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી ત્યારે ગૌરવની વાત કહેવાય.