પાંડેશ્વર સાસણગીર થઈને આકોલવાડી સાત કિલોમીટરના અંતરે આ પાંડેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. આ મંદિર નો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.
કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસના સમયમાં સૌરાષ્ટ્રમાં તેઓ રોકાયા હતા એમાંની આ એક જગ્યા છે પાંડેશ્વર જ્યાં પાંડેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું.
પાંડવો જ્યારે વનવાસના સમયે પહેલીવાર આ જગ્યા પર આવ્યા ત્યારે તેમને શિવલિંગની સ્થાપના કરી અને આ શિવલિંગની પૂજા કરવા માટે ભીમને આદેશ આપવામાં આવ્યું કે એક રાતમાં અહી તળાવ બનાવો. ભીમે તેની શક્તિથી એક રાતમાં અહીં તળાવ બનાવ્યું હતું.
ભીમે જે તળાવ બનાવ્યું હતું એ તળાવના પાણીથી જ આ શિવલિંગ ઉપર જળ અભિષેક કરવામાં આવતો હતો. અહીં કાળ ભક્ષક હનુમાનજીનું મંદિર પણ આવેલું છે અને કાળ ભૈરવ દાદાનુ મંદિર પણ આવેલું છે.
અહી આઈ શ્રી ખોડીયાર માતાનુ મંદિર પણ આવેલું છે. કપિલ દાસ બાપુની સમાધિ પણ આ જગ્યા પર આપવામાં આવેલ છે. આ મંદિરની સ્થાપના પાંડવોએ કરી હતી એટલા માટે આ મંદિરનું નામ પાંડેશ્વર રાખવામાં આવેલ છે.