એવું કહેવાય છે કે બુધવારના દિવસે દીકરા કે દીકરીને સાસરીમાં કેમ ના જવાય જાણો

Astrology

શાહુ ના દિકરાના લગ્ન ખૂબ જ ધૂમધામથી થાય છે. થોડાક દિવસો પછી તેની માને કહે છે કે માં હું આજે સાસરીમાં જવાનો છું પત્નીને લેવા માએ કહ્યું બેટા મહારાજ ને પૂછી મુહૂર્ત કઢાવી એ પછી તું જજે.

દીકરાએ કહ્યું હું તો આજે જઈશ મા એ કહ્યું આજે તો ના જવાય બુધવાર છે પરંતુ દીકરો તેની માની વાત માનતો નથી અને જીદ પકડે છે કે હું તો આજે જ જઈશ. અને દીકરો સાસરે જાય છે અને સાસરીમાં તેમને ખૂબ જ સારી રીતે માન સન્માન ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે.

થોડાક દિવસ જમાઈ સાસરીમાં રોકાય છે અને પછી સાસુ ને કહે છે હું કાલે ઘરે જવાનો છું તમારી દીકરીને તૈયાર કરી દેજો સાસુએ કહ્યું કાલે તો ન જવાય બુધવાર છે. પરંતુ જમાઈ કોઈની વાત માનતા નથી અને જીદ પકડે છે કે હું તો કાલે જઈશ મા બાપ પોતાની દીકરી ને આંખમાં આંસુ સાથે મોકલે છે.

બુધવાર એટલે કે બુદ્ધ ભગવાનનો દિવસ બુદ્ધ ભગવાને તેને સબક શીખવાડવા માટે તેના જેવો દેખાતો એક માણસ સામે આવે છે અને કહે છે કે તું આ મારી પત્નીને ક્યાં લઈ જાય છે. આ મારી પત્ની છે તું મારા જેવા કપડા અને મારા જેવો બનીને આવી નાટક કરે છે.

એટલા મા ત્યાં રાજાના સિપાહી આવે છે અને રાજા પાસે લઈ જાય છે. રાજા એ બંનેને શહેરની પ્રદક્ષિણા કરી જે વહેલું આવશે તે જીતસે ત્યાં જે નકલી માણસ બનીને આવ્યો હતો તે જીતી જાય છે અને મહિલાને તેની સાથે રાજા મોકલી દે છે.

શાહુનો દીકરો તો નિરાશ થઈને ઘરે આવી સુઈ જાય છે. અને સવારે એક દેવ જેવા માણસ તેમની પુત્રવધુની સાથે આવે છે. તેમનો પુત્ર પણ બહાર આવે છે. દેવ જેવા માણસ કહે છે કે તને પાઠ ભણાવવા માટે આ નાટક કર્યું હતું. તે બુધવારના દિવસે સાસરીમાં જઇ અને બુધવાર ના દિવસે પત્નીને લઈ આવ્યો તે મારું અપમાન કર્યું હતું એટલા માટે તને પાઠ ભણાવ્યો. પછી તે બુદ્ધ ભગવાનની માફી માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *