જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હનુમાન દાદાના ઘણા મંદિરો આવેલા છે અને દરેક મંદિર તેની કંઇક અલગ વિશેષતા ધરાવતું હોય છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે અને તે મંદિરમાં શનિવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે.
તે મંદિર ઘણા સમય પહેલા બનાવવામાં આવેલું છે અને ત્યાં હનુમાન જયંતિ અને કાળી ચૌદશના દિવસે વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ત્યાં જે ભક્ત હાથ જોડીને દાદા જોડે જે માગે છે તે દાદા પૂરું કરે છે. ખાસ કરીને તે મંદિરમાં યુવાનો મોટી સંખ્યામાં આવતા હોય છે.
તે મંદિરે પોચ્યા પછી તમને એવું લાગશે કે જાણે તમે કુદરતના ખોળામાં બેસ્યા હોય. આસપાસમાં સરસ મજાનું કુદરતી વાતાવરણ આવેલું છે અને પક્ષીઓનો કલરવ ચાલુ રહેતો હોય છે. ઘણા સમય પહેલા મંદિરની આસપાસ ની જગ્યાએ ખોદકામ દરમિયાન પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી. તેના પરથી જાણી શકાય કે તે ઘણા સમય પહેલાનું મંદિર હસે.
તે મંદિર વિજાપુર તાલુકાના કોટ ગામે સાબરમતી નદીના કિનારે આવેલું છે. તે મંદિરમાં ફક્ત દર્શન માત્રથી ભક્તોની મનોકામના પૂરી થાય છે તેવું માનવામાં આવે છે. હનુમાન દાદાએ ઘણા લોકોના કામ સિધ્ધ કર્યા છે.જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હનુમાન દાદાના ઘણા મંદિરો આવેલા છે અને દરેક મંદિર તેની કંઇક અલગ વિશેષતા ધરાવતું હોય છે. આજે અમે તમને એવા મંદિર વિશે જણાવીશું કે જ્યાં સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે અને તે મંદિરમાં શનિવારના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે.