આઇપીએસ અધિકારી સીમલા પ્રસાદ યુવાઓ માટે ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણાનો સ્ત્રોત છે. તે વર્ષ ૨૦૧૦ની બેન્ચના અધિકારી છે અને હાલ નક્સલી ક્ષેત્રમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આઇપીએસ અધિકારી સીમલા પ્રસાદ બેખોફ અંદાજમાં ડ્યુટી કરવા માટે જાણીતા છે.
તેમના પિતા ડોક્ટર ભાગીરથ પ્રસાદ પણ એક આઇએએસ અધિકારી હતા ત્યારબાદ તે રાજકારણમાં આવ્યા અને સાંસદ બને છે. તેમની માતા એક પ્રખ્યાત સાહિત્યકાર છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
સીમલા પ્રસાદનો જન્મ 8 ઓક્ટોબર 1980ના દિવસે મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ શહેરમાં થયો હતો પ્રાથમિક શિક્ષણ સેંટ જોસેફ સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું ત્યારબાદ તેમને સ્ટુડન્ટ ફોર એકસેલન્સ કોલેજમાંથી B.COM પૂર્ણ કર્યું અને ભોપાલ શહેરની યુનિવર્સિટી બરકતુલ્લા માંથી સોશ્યોલોજી વિષયમાં પીજી પૂર્ણ કર્યું તે એક ગોલ્ડ મેડાલિસ્ટ પણ રહી ચૂકી છે.
તેમને યુપીએસસીની પરીક્ષા કોઈપણ કોચિંગ ક્લાસ વગર પાસ કરી હતી.P.C.S પરીક્ષા પાસ કર્યા પછી તેમનું પહેલું પોસ્ટિંગ D.S.P તરીકે થયું હતુ એ સમયે તેમને upsc ની તૈયારી શરૂ કરી અને upsc પરીક્ષા પાસ કરીને આઇપીએસ અધિકારી બન્યા સીમલા પ્રસાદ ભણવામાં ખૂબ હોશિયાર હતા. તેમને ઘણી bollywoodની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સીમલા પ્રસાદી ફિલ્મ અલીફમાં શમ્મી રોલ ખુબજ સફળતાપૂર્વક નિભાવ્યો હતો.સીમલા પ્રસાદ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે.તે કવિતાઓ લખવાના ખૂબ શોખીન છે. કવિતાઓ લખીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે.