ભારત એક ધાર્મિક દેશી છે. ભારતમાં નાની મોટી સંખ્યામાં હજારો મંદિરો આવેલા છે. આ દરેક મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો દેવી દેવતાના દર્શન કરવા માટે આવતા હોય છે. આ દરેક મંદિર પોતાની એક અલગ વિશિષ્ટ ઓળખાણ ધરાવતું હોય છે.
ભારતમાં આવેલા આ મંદિરોમાં અલગ અલગ દેવી-દેવતાની ભવ્ય પ્રતિમા બિરાજમાન હોય છે. આજે હું તમને ભગવાન શિવના એક એવા મંદિર વિશે જણાવી આ શિવ મંદિર વિશે તમે ક્યારેય કોઈ માહિતી મેળવી નહિ હોય ભગવાન શિવનું આ મંદિર કાશીમાં આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવની પ્રતિમા નહીં પણ સ્વયંભુ શિવલીંગ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે આ શિવલિંગ આજે પણ જાગૃત અવસ્થામાં છે.
મંદિરમાં આવીને ભક્ત પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવની અગર માનતા રાખે તો માનતા જરૂર પૂર્ણ થાય છે.એવું કહેવામાં આવે છે કે મંદિરમાં આવેલ દરેકની પ્રાર્થના ભોલેનાથ સાંભળતા હોય છે એટલા માટે શિવલિંગ જાગૃત અવસ્થામાં છે એમ કહેવામાં આવે છે ઘણા લોકોનું કહેવું છે કે શિવલિંગનો આકાર દરરોજ બાજરીના દાણા જેટલો વધે છે. આ શિવલીંગની ઉંચાઈ અંદાજીત 32 ફૂટ જેટલી છે.
લાખોની સંખ્યામાં ભક્તો આ શિવલિંગના દર્શન કરવા માટે આવતા હોય છે. ભક્તો અહીં આવીને પોતાની દુઃખ દૂર કરવા માટે ભગવાન શિવની આગળ પ્રાર્થના કરતા હોય છે. મંદિરમાં સવાર-સાંજ ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવતું હોય છે. આરતીમાં હજારો લોકો ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે.
એવું માનવામાં આવે છે કે જ્યારે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું ત્યારે તે ફક્ત એક ઈંચનું હતું પણ આજે આ શિવલિંગની ઊંચાઈ 32 ફૂટ છે. શિવલિંગમાં ભગવાન શિવ સાક્ષાત્ વાસ કરે છે.