કપાસના ઊંચા ભાવના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તનતોડ મહેનત કર્યા પછી ઘણા સમય પછી આવો ઊંચા મથરાના ભાવ જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિવિધ બજારોમાં સારા એવા ભાવો બોલાયા હતા. ઘરે બેઠા પણ વેપારીઓ સારા ભાવે માલ લઈ રહ્યા છે.
વિવિધ બજારના કપાસના ભાવની વાત કરીએ તો વિજાપુરમાં આજે ઊંચામાં 1905 રૂપિયા બોલાયા હતા જ્યારે નીચામાં 1200 ની આસપાસ રહ્યું હતું. તેમજ રાજકોટમાં ઊંચા મથાળે 2010 રૂપિયા રહ્યું હતું અને નીચા લેવલે 1501 રૂપિયા રહ્યું હતું.
હિંમતનગરમાં ઊંચામાં 1927 રૂપિયા જ્યારે નીચામાં 1612 રૂપિયા રહ્યું હતું. તેમજ જામનગરમાં પણ સારો એવો ઊંચો ભાવ બોલાયો હતો. જામનગરમાં ઉપલા લેવલે 2111 રૂપિયા જ્યારે નીચામાં 1500 રૂપિયા ભાવ રહ્યો હતો.
ગુજરાતના સમગ્ર બજારોમાં આજે કપાસના ભાવ એકંદરે સારા રહ્યા હતા. પણ હવે પહેલા જેવી આવકો રહી નથી તેના કારણે પણ થોડોક ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં સારી ગુણવત્તા વાળો કપાસનો ભાવ 1900ની આસપાસ રહ્યો છે. તેમજ મધ્યમ ક્વોલિટી ના કપાસનો ભાવ 1700 થી 1800 જેવો રહ્યો છે. હલકા કપાસનો ભાવ 1600ની આસપાસ રહ્યો હતો.