બ્રેકિંગ ન્યૂઝ :- ગુજરાતમાં કોટનના ભાવ આસમાને પહોંચ્યા, ગુજરાતમાં કાપડના બજાર આજે બંધ

Latest News

વ્હાલા ખેડૂત મિત્રો તમારા માટે ખુશખબર છે. આજે ગુજરાતમાં કપાસ ના ભાવ આસમાને પહોંચ્યા. કપાસના ઊંચા ભાવના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તનતોડ મહેનત કર્યા પછી ઘણા સમય પછી આવો ઊંચા મથરાના ભાવ જોવા મળી રહ્યા છે. ગુજરાતના વિવિધ બજારોમાં સારા એવા ભાવો બોલાયા હતા. ઘરે બેઠા પણ વેપારીઓ સારા ભાવે માલ લઈ રહ્યા છે.

હિંમતનગરમાં ઊંચામાં 1927 રૂપિયા જ્યારે નીચામાં 1612 રૂપિયા રહ્યું હતું. તેમજ જામનગરમાં પણ સારો એવો ઊંચો ભાવ બોલાયો હતો. જામનગરમાં ઉપલા લેવલે 2111 રૂપિયા જ્યારે નીચામાં 1500 રૂપિયા ભાવ રહ્યો હતો.

ગુજરાતના સમગ્ર બજારોમાં આજે કપાસના ભાવ એકંદરે સારા રહ્યા હતા. આ ભાવ વધવાનું મુખ્ય કારણ એ છે કે હાલમાં સરકારે કાપડ પર GST દર ૫ ટકાથી વધારીને ૧૨ ટકા કરવાના નિર્ણયથી આજે બજારમાં કોટન ભાવ માં તેજી જોવા મળી હતી. સુરત અને અમદાવાદ ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ રહશે. અન્ય જિલ્લાઓના વેપારીઓ પણ જોડાશે બંધમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *