હનુમાન એક નામ નહી પરંતુ એક આસ્થા અને વિશ્વાસ છે જે દરેક વ્યક્તિના અંદર વસે છે. કહેવાય છે કે તે અજર અમર છે. હનુમાનજી એ એવા ઘણા મોટા મોટા કારનામાં કર્યા છે. આજે પણ દુનિયામાં હનુમાનજીના મોટા મોટા ચમત્કાર જોવા મળે છે.
આ વાત છે ઉત્તર પ્રદેશના અલીગઢની ત્યાં ખૂબ જ પ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર આવેલું છે. ત્યાં લાખો લોકોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ગામના લોકોનું માનવું છે કે જે પણ આ મંદિરમાં માનતા રાખવામાં આવે તે પુરી થાય છે.
એક દિવસ ગામમાં સૌરભ નામનો વ્યક્તિ આવે છે જે માસનો વેપારી હોય છે. તે ગામમાં માસનો વેપાર કરવા માંગતો હોય છે. તેને મંદિર સામે એક દુકાન ખરીદી જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી ત્યારે ગામના લોકોએ તેનો વિરોધ કર્યો અને તેને દુકાન ચાલુ ન કરવા દીધી.
સૌરભ એ વિચાર્યું કે આ મંદિર અહીંયાથી નીકરી જાય તો હું અહીં મારી દુકાન ચલાવી શકું. તે પ્લાન બનાવે છે કે રાત્રે બધા સુતા હોય ત્યારે હનુમાનજીની મૂર્તિને તોડી નાખશે. સૌરભ તેની યોજના મુજબ રાત્રે મંદિરે કોઈ જોવે ના એ રીતે પહોંચે છે.
સૌરભ એ મૂર્તિ પર જેવો હથોડો માર્યો એવો જ સૌરભ મંદિરની બહાર જઈને પડે છે. તેને આજુબાજુ જોયું પરંતુ કોઈ ન હતું. તે ત્યાંથી ભાગવા લાગ્યો પરંતુ ગામના લોકોએ તે પકડી લીધો. અને સૌરભને પણ તેની ભૂલ સમજાઈ ગઈ.