નવું વર્ષ શરૂ થવાના હવે માત્ર થોડાક જ કલાકો બાકી રહ્યા છે નવું વર્ષ દરેક લોકો માટે સુખ સમૃદ્ધિ લાવે તે માટે ઘરમાં આ બે છોડ લગાવવા ખૂબ જરૂરી છે દરેક વ્યક્તિ જીવનમાં પ્રગતિ મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરતો હોય છે ઘણા વ્યક્તિ એવા હોય છે જે લાખો પ્રયત્નો કરે છે તેમ છતાં કોઈપણ કાર્યમાં સફળ થતા નથી આવા વ્યક્તિઓને ગ્રહોના દોષ કે કુંડળી દોષ નડતો હોય છે
વૃક્ષ વ્યક્તિઓના જીવન ઉપર ખૂબ અસરકારક હોય છે તે વાતાવરણ શુદ્ધ રાખે છે વૃક્ષ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધારે છે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા કેટલાક છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવતા હોય છે
વાસ્તુશાસ્ત્ર મુજબ આસોપાલવનો છોડ ઘરમાં વાવો ખૂબ શુભ માનવામાં આવે છે આ છોડ ઘરમાં લાગેલા તમામ દોષ દૂર કરે છે હિંદુ ધર્મમાં કોઈ પણ શુભકાર્યની શરૂઆતના પહેલા આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે આસોપાલવ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે આસોપાલવનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે
આસોપાલવનો છોડ બગીચામાં લગાવવાનું વિચારતા હોય તો થોડા થોડા અંતરે આસોપાલવના છોડ વાવવા જોઇએ આ છોડ ઘરમાં આવેલી નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે વેપાર-ધંધામાં સફળતા મેળવવા માટે આસોપાલવનો છોડ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે આસોપાલવના છોડના બીજને લાલ કપડામાં બાંધીને કાર્ય સ્થળ ઉપર રાખવાથી ધનલાભ થતો હોય છે
આમળાનો છોડ વાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવું કહેવામાં આવે છે કે જેના ઘરે આમળાનો છોડ હોય તે ઘર ખૂબ પ્રગતિ કરે છે તેના ઘરે હંમેશા માટે સુખ સમૃદ્ધિ આવતી રહે છે આમળાનો છોડ વાવવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ કૃપા મળે છે