આપણે દરેક લોકો જાણીએ છીએ કે હનુમાનજી કેટલા શક્તિશાળી અને ચમત્કારિક છે. આજે પણ તેમના ચમત્કારો જોવા મળતા હોય છે. હનુમાનજીએ તેમની શક્તિથી સમુદ્ર પાર કરી માતા સીતા ને શોધ્યા હતા. તો ચાલો જાણીએ તેમના ચમત્કાર વિશે.
આ વાત દક્ષિણ ભારતના કેરલા ના એક ગામની છે. જ્યાં એક નાસ્તિક પરિવાર રહેતો હતો. ગામમાં એક શિવ મંદિર હતું ગામના લોકોની ઈચ્છા હતી કે શિવ મંદિરની બાજુમાં હનુમાન દાદા નુ મંદિર બનાવીએ. ગામના લોકો એ ગામમાંથી પૈસા ઉઘરાવવાનું નક્કી કર્યું.
ગામના લોકોએ પૈસા ઉઘરાવવાનું ચાલુ કર્યું. ગામલોકો જ્યારે નાસ્તિક પરિવાર ના ઘરે જાય છે અને મંદિર માટે પૈસા માંગે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. અને કહે છે કે જો તમારા હનુમાનજી એટલા બધા શક્તિશાળી હોય તો તે મારા ઘરમાં નીકળે. અહીંયા જ એમનું મંદિર બનાવી દઉં.
ગામના લોકોને રાત્રે ભૂકંપ નો ઝટકો આવે છે. ગામના લોકો સમજી શકે એટલા માં બહારથી અવાજ આવે છે. બહાર જઈને જોયું તો નાસ્તિક પરિવાર ઘરની બહાર આવીને બૂમો પાડી રહ્યા હતા કે ઘરમાં કઈક ભયાનક છે.
ગામના લોકોએ જોયું તો હનુમાનજી જમીન ફાડીને નીકળ્યા હતા. ગામના લોકો જોરથી શ્રી રામ શ્રી રામ કરવા લાગે છે. પછી નાસ્તિક પરિવાર ઘરમાં જઈને જોવે છે તો હેરાન થઈ જાય છે. તેમને પણ સમજાઈ ગયું કે હનુમાનજી નો મજાક કરવો કેટલો ભારે પડ્યો. પછી ગામના લોકો અને હનુમાનજીની માફી માંગી.