દેશભરમાં ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો આવેલા છે. દરેક મંદિરનું પોત પોતાનું આગવું મહત્વ હોય છે. આ સાથે મિત્રો તમને જણાવું કે ઘણા બધા મંદિરો એવા છે કે જે ભરપૂર રહસ્યોથી ભરેલા છે. આવા ચમત્કારિક આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જેમાંથી એક ભારતનું પ્રાચીન મેહંદીપુર બાલાજી મંદિર આવેલું છે, જે રહસ્ય અને ચમત્કારોથી વિશ્વપ્રસિદ્ધ છે.
મેહંદીપુર બાલાજી મંદિર એ ભારતના દેશના રાજસ્થાન રાજ્યના દૌસા જિલ્લા માં આવેલું છે. આ મંદિરમાં માત્ર ને માત્ર દર્શન કરવાથી ભૂત -પ્રેતની નકારાત્મક શક્તિઓથી મળે છે મુક્તિ. તે મંદિર ખાસ ચમત્કારિક વસ્તુ એ છે કે ત્યાં મળતો પ્રસાદ ઘરે લઇ જવાતો નથી સખત મનાઈ છે.
આ મંદિર ૨ પહાડોની વચ્ચે સ્થિત છે. આ મંદિરમાં માત્ર ને માત્ર દર્શન કરવાથી ભૂત -પ્રેતની નકારાત્મક શક્તિઓથી મળે છે મુક્તિ. આ મંદિરમાં પ્રેતરાજ સરકાર અને ભૈરવબાબા એટલે કે કોતવાલ કેપ્ટાનની મૂર્તિ સ્થાપિત છે. અહીંયા કોઈની ઉપર ભૂત પ્રેતની છાયા હોય તો તે કીર્તન દ્વારા દૂર કરી શકાય છે. અહીં આગળ દરરોજ બે લોકોને લાવવામાં આવે છે. આ મંદિરમાંગજબ જ માન્યતા છે કે મંદિરમાં મળતો પ્રસાદ ઘરે ના લઇ જઈ શકો.
અહીંના લોકોનું માનવું એવું છે કે મંદિરમાં સ્થાપિત બાલરૂમ હનુમાનજીની મૂર્તિ કોઈના દ્વારા બનાવવામાં આવી નથી. પરંતુ આ એક સ્વયંભૂ છે. બાલાજીની મૂર્ત્તિ પહાડના અખંડ ભાગના રૂપમાં મંદિરની પાછળવારી દિવાલનું કામ કરે છે. એવું કહેવાય છે કે આ મૂર્તિને ઘણીને બાકી મંદિરનું નિર્માણ કરવમાં આવ્યું હતું.
આ મંદિરમાં મળતા પ્રસાદ વિશે વાત કરીએ તો, આ પ્રસાદને ઘરે પણ લઇ જવાતો નથી અને ખાઈ પણ શકતો નથી. ત્યાંની લોક વાયકા એવી છે લ પ્રસાદ ઘરે લઇ જવાથી નકારાત્મક શક્તિ આત્માની અસર થાય છે. આ સિવાય માન્યતા છે કે અહીં પ્રસાદને 3 થાળીઓમાં રાખવામાં આવે છે. માન્યતા એવી છે કે દાખવસ્ત એક વખત લાગ્યા બાદ ત્યાંથી તરત નીકળી જાય છે. પરત ફરતી વખતે પ્રસાદ તેને પાછળ ફેંકી દેવાનો નિયમ છે. પ્રસાદ ફેંક્યા બાદ પાછળ ફરીને જોવું નઈ.