કચ્છ જિલ્લાના નાના એવા ગામ માંથી આવતા માલધારી સમાજની દીકરી પોતાના સુરીલા કંઠ થી ગુજરાત જ નહિ પરંતુ આખા વિશ્વમાં સવાઈ ગયા છે. તેવા ગીતાબેન રબારી વિષે વાત કરવા જઈ રહ્યો છું. જેમને બધા કચ્છ ની કોયલ તરીકે ઓરખવામાં આવે છે. તેઓ એક ભજનકલાકાર, લોક ગાયક અને ડાયરાની પણ રમઝટ બોલાવે છે. તેમનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેઓ તેમના માતા પિતા ના એકમાત્ર સંતાન છે. તેમના બે ભાઈ પણ હતા પણ તેમનું દુઃખદ અવસાન પામ્યા તેનો તેમના પરિવાર પર ઘહેરો આઘાત પડ્યો હતો. તેમનું માનવું છે કે તેમની સફરતા પાછળ તેમની માતાનો સારો એવો સાથ રહ્યો છે. ગીતાબેન સ્કૂલમાં હતા ત્યારથી જ તેમને ગાવાનો શોખ હતો. તેમનો મધુર અવાજ સંભારીને આજુ બાજુ ના ગામ લોકો તેમને ગાવા માટે બોલાવતા તેનાથી તેમને આર્થિક સહાય પણ થોડી ગણી થતી હતી અને તેમની ઓરખ વધતી ગઈ.
તે સમયે તેમની માતા નાના નાના ઘરકામ કરતા હતા અને તેમના પિતા બીમાર હોવા છતાં ગીતા બેન ની જોડે કાર્યક્રમોમાં જતા હતા. તેમને ૨૬ જાન્યુઆરી ના કાર્યક્રમ માં સૌ પ્રથમવાર “બેટી હું મેં બેટી મેં તારા બનૂંગી” ગીત ગયું હતું આ ગીત તેમના શિક્ષક વાલજીભાઇ આહીરે ગવડાવ્યું હતું. તેમને ગીતાબેન નું આ ટેલેન્ટ જોઈ ગીતો ગાવાનું પ્રોત્સાહન આપ્યું. એક દિવસે તેમના મિત્રો જોડે પ્રોગ્રામ જોવા ગયા અને તેમના મિત્ર એ કીધું આ બેન સારું ગાય છે તેઓ તે દિવસે ગીત ગાયા અને તેમને ૫૦૦ રૂપિયા નું ઇનામ પણ મર્યું હતું. તે ૫૦૦ રૂપિયા તેમને તેમની માતાને આપ્યા તે જોઈ ને તેમની માતા પણ આચાર્યચકિત થઇ ગયા. તે સમયે માલધારી સમાજમાં એક છોકરી થઇ ને સ્ટેજ પર ગાવું એક હિમ્મત ભર્યું પગલું હતું.
તેમને કલાકાર બનવાની પ્રેરણા દિવાળીબેન આહીર ને રિયાજ કરતા જોવે છે ને તે દિવસ થી મનમાં નક્કી કરી લે છે કે મારે કલાકર જ બનવું છે. તેઓ રાઘવ સ્ટુડિયો માં એકલો રબારી ગીત બનાવે છે જે માલધારી સમાજમાં ખુબ પ્રચલિત થાય છે. તેમની સફરતાનું પ્રથમ પગથિયું આ ગીત થી થયું એમ કહેવાય. ત્યારબાદ રોના શેરમાં, દેશી ઢોલ વાગે, મસ્તી માં મસ્તાની અને મોજ માં રેવું જેવા ગીતો ખુબ પ્રચલિત થયા અને ગુજરાત સહીત પુરા વિશ્વમાં ડંકો વગાડ્ય