અમુક સમયે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જતી હોય છે. જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓ, ગરીબી, અને નોકરી-ધંધામાં પણ મુશ્કેલી આવવા લાગે છે. આવું થવાનું કારણ પિતૃ દોષ પણ હોઈ શકે છે. જેને દૂર કરવા આ એક ઉપાય જરૂર થી કરવો જોઈએ.
અમાસ ના દિવસે સવારે વહેલા ઉઠી ગંગાજળ હોય તો ગંગાજળથી સ્નાન કરવું. અને લાલ કે પીળા રંગના કપડા પહેરવા. પછી એક રોટલી કરવી આ રોટલી નો લોટ બાંધતી વખતે એક ચમચી દૂધ નાખવું. એક રોટલી બનાવી તેના ઉપર ગાયનું ઘી લગાવી તેના ઉપર કાળી તલી નાખવી.
કાળી તલી ને ખુબ જ ચમત્કારીક ગણાય છે. આ રોટલી કાળા કુતરા ને ખવડાવી દેવી. કૂતરો જ્યાં સુધી રોટલી ખાઈ ન લે ત્યાં સુધી તમારે ઓમ પિતૃ દેવાય નમઃ આ એક મંત્ર નો જાપ કરવો. પછી કૂતરાને પગે લાગતી વખતે મનમાં વિચારવું કે તમે તમારા પિતૃઓને પગે લાગી રહ્યા છો.
પિતૃઓનો વાસ કુતરા માં હોય છે. એવી પ્રાર્થના કરવી કે આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય. આપણી દરેક પરેશાનીઓ કુતરા ને કહેવાની અને પ્રાર્થના કરવાની કે આ બધી સમસ્યાઓ દૂર થઈ જાય. પિતૃઓને માફી માગવી અને કહેવું કે આ મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો.
આટલું કહી ઘરે જવું અને ઘરે જતી વખતે પાછું વળીને જોવું નહીં. આ ઉપાય તમે અમાસના દિવસે સવારે કે સાંજના ટાઇમે કરી શકો છો.