તમે સૌ કોઈ જાણતા હશો કે ૧૪ જાન્યુઆરી એટલે ઉતરાયણ નો દિવસ, પણ બાળકોનેઆ તહેવારનો ખુબ જ રસ હોવાથી તેઓ દિવાળી થી પતંગ ચગાવાનું શરુ કરી દેતા હોય છે. ઉતરાયણના દિવસે આખો પરિવાર બાળકો જોડે હોય છે, તેથી તે દિવસ ખતરો ઓછો હોય છે. આમ નોર્મલ દિવસ માં નાના બાળક ને પતંગ ચગાવવા એકલો મુકવો એ જોખમ ભર્યું કામ છે.
આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના અડાજણ ગામમાં આ બનાવ બનાવ બન્યો છે. આ બાળક તેના બાળપણ બાળમિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવવા ચડ્યો હતો. તેની બહેન અને તેના દોસ્તોની સામે બાળક નીચે પટકાયું. બાળક નીચે પટકાતાની સાથે તેનું મોત નીપજ્યું હતું.
મૃતક બાળકના પિતા અગ્રિકલ્ચર કોલેજમાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત છે. આ સમગ્ર ઘટના પાછળ અડાજણ પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. પિતા હિરેન પટેલે તેમના પુત્રની દુઃખદ આપવીતી જણાવતા અનુસાર તનય ધોરણ ૧ માં ભણતો હતો. તેની મોટો બહેન ને લઇ ધાબા પર તેના મિત્રો સાથે રમવા જતો હતો. તનયે બીજા મિત્રોને જોઈને પતંગ ચગાવવાની જીદ પકડી હતી. તનય ની મમ્મી એ પતંગ ખરીદેને ને આપ્યો હતો.
વધુમાં પીડિત પિતાએ કહ્યું હતું કે તેને માથા અને છાતીમાં ઊંડી ઇજાઓ થઈ હતી જ્યાં ખાનગી હોસ્પિટલમાં નજીવી સારવાર બાદ બાળકને મૃત જાહેર કરાયો હતો