જો તમે મકરસંક્રાંતિના દિવસે આ એક ઉપાય કરશો તો તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ હંમેશા બની રહેશે, ભિખારી પણ ધનવાન બની જશે.

Astrology

આપણા હિન્દુધર્મમાં મકરસંક્રાંતિ ના તહેવાર ને ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. પોષ મહિનામાં સૂર્ય ઉતરાયણ થઈને મકરસંક્રાંતિમાં પરિવર્તન કરે છે. આ સંક્રાંતિ ને મકરસંક્રાંતિ તરીકે ઓળખાય છે. આ દિવસથી ઋતુઓમાં બદલાવ જોવા મળે છે.

જો આપણા ઘરમાં શનિદેવની ખરાબ દ્રષ્ટિ ચાલી રહી હોય તો આપણા ઘરમાં આર્થિક પરેશાનીઓ, ધનને લગતી પરેશાનીઓ, અને નકારાત્મક ઉર્જાઓ આવવા લાગે છે. જો તમે આ બધી પરેશાનીઓને દૂર કરવા માંગો છો તો મકરસંક્રાંતિના દિવસે આ એક ઉપાય કરવાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે.

આ ઉપાય સવારે કરવો અને આ ઉપાય સ્ત્રી કે પુરુષ બંને કરી શકે છે. આ ઉપાય માટે પાણી ભરેલો એક લોટો લેવો તેમાં એક ચપટી હળદર નાખવી, એક ચપટી કંકુ, અને એક ચપટી ચંદન નાખવું. સફેદ અને પીળા ફુલ નાખવા. અને સફેદ અને કાળા તલ નાખવા.

પછી થોડું ગંગાજળ નાખવું અને એક ચમચી ગાયનું કાચું દૂધ નાખવું. અને સાથે એક દીવો લઈ જવો જો આ દીવો લોટનો હોય તો ખુબ જ મહત્વનો ગણાય છે. લોટનો દીવો બનાવતી વખતે લોટ બાંધતી વખતે તેમાં કઈ પણ મસાલો કરવો નહીં.

પીપળાના ઝાડ પાસે જઈને સરસો ના તેલ નો દીવો કરવો અને દીવા પાસે કાળા તલ ની પાંચ ઢગલી કરવી. અને બધી ઢગલી ઉપર ફુલ મુકવા. અને આપણે જળ તૈયાર કર્યું હતું તે વૃક્ષની પરિક્રમા કરતું જવાનું અને જળ ચઢાવતું જવું અને મનમાં ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો.

વૃક્ષો ની સામે પ્રાર્થના કરવાની કે તમારા ઘરમાં જે પણ સમસ્યાઓ હોય તે બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય. ઉપાય કરવાથી તમારા ઇષ્ટદેવ, સૂર્યનારાયણ, અને ભગવાન શનિદેવ ની કૃપાથી તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ ના દિવસો આવી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *