ભારતીય ટીમનો દિગ્ગ્જ સ્પિનર હરભજન સિંહે થોડા સમય પહેલા જ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન પસંદ કરી છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ના ફેસબુક પેજ પર એક વિડિઓ પોસ્ટ કરવા માં આવ્યો છે. જેમો હરભજન સિંહ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન પસંદ કરતો નજરે પડી રહ્યો છે. હરભજન સિંહે પોતાની આ ટીમ માં વીરેન્દ્ર સેહવાગ , રાહુલ દ્રવિડ ,અનિલ કુમ્બલે અને રવિચંદ્ર અશ્વિન જેવા દિગ્ગ્જ્જો ને નજરઅંદાજ કર્યા છે. ત્યારે ધ્યાન આપવા જેવી વાત એ છે કે હરભજન સિંહે પોતાની ટીમમાં કોઈપણ ભારતીય બોલર ને પસંદ કર્યો નથી.
હરભજન સિંહ પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન માં સચિન તેંડુલકર અને રોહિત ને પોતાની પસંદગી ના ઓપનર તરીકે સામેલ કર્યા છે. આ બન્ને શાનદાર બેટ્સમેન સિવાય હરભજન સિંહે પ્લેયિંગ ઇલેવન માં વધુ બે ભારતીય ખેલાડીઓને સામેલ કર્યા છે. હરભજન સિંહ ની પ્લેયિંગ ઇલેવન ટીમ બેલેન્સ વારી લાગી રહી છે. હરભજન ને ધોની પર સૌથી વધારે ભરોસો કર્યો છે. હરભજન સિંહે ધોની ને પોતાની ઓલ ટાઈમ પ્લેયિંગ ઇલેવન નો કેપટન અને વિકેટકીપર તરીકે સામેલ કર્યો છે.
ત્યારબાદ તેને હાલ ના કેપટન વિરાટ કોહલી ને પણ પોતાની ટીમ માં સામેલ કર્યો છે. ભારત ના દિગ્ગ્જ સ્પિનર અનિલ કુમ્બલે ને પોતાની ઓલ ટાઈમ ટીમ નથી લીધો. અનિલ કુમ્બલે અને હરભજન ને ભારત ને ઘણી ટેસ્ટ મેચ જીતાડી છે. પરંતુ આ ટીમ જગ્યા મળી નથી.
નીચે મુજબ બનાવેલ ટીમ છે
૧. સચિન તેંડુલકર , ૨. રોહિત શર્મા, ૩. વિરાટ કોહલી, ૪. રિકી પોન્ટિંગ, ૫. જેક્સ કાલિસ, ૬. એન્ડ્ર્યુ ફ્લિન્ટોફ , ૭. મહેન્દ્ર સિંહ ધોની, ૮. શેન વૉન, ૯. લસિથ મલિંગા, ૧૦. વસીમ અક્રમ અને ૧૧. મુથૈયા મુરલીધરન