જો આપને ખોટી દિશામાં માથું રાખીને ઊંગીએ છીએ તો સ્વાસ્થ્યની સાથે સાથે આપણા વાસ્તુ અને ધન સબંધિત પણ અસર પડતી હોય છે. ઘણીવાર ખબર પણ નથી પડતી કે આપનું સ્વાસ્થ્ય કેમ ખરાબ રહે છે અને પૈસાની કમી વર્તાય છે. આપણા શાસ્ત્રોમાં ઊંગવા વિશે પણ બતાવવામાં આવેલું છે. તેમાં બતાવવામાં આવેલું છે કે આ દિશામાં ઊંઘવાથી ધનમાં વધારો થાય છે. આજે અમે તમને ઊંઘવાને લગતી જાણકારી આપીશું.
આપણે દરરોજ 6 થી 8 કલાક પર્યાપ્ત ઊંઘ લેવી જોઇએ. તેવામાં જો આપને સારી આવતી હોય તો કેમ યોગ્ય દિશામાં ન ઉંગીએ. યોગ્ય દિશામાં ઊંઘવાથી ઉંગ પણ સારી આવે છે અને બીજા પણ ઘણા ફાયદા થતા હોય છે. તમારા ધ્યાનમાં પણ આવ્યું હસે કે તમે ખોટી દિશામાં માથું રાખીને ઊંગો તો તમારા ઘરના વડીલ પણ તમને ટોકતા હસે.
સાચી દિશામાં માથું રાખીને સૂવાથી ઘણા ફાયદા થતા હોય છે. જેમકે કહેવાય છે કે પૂર્વ દિશામાં માથું રાખીને ઊંઘવાથી મગજની વૃદ્ધિ થયા છે. તેવી જ રીતે દક્ષિણ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઉંમરમાં વધારો થાય છે. રાતના સમયે આપણે જ્યારે ઉંગવા જઈએ ત્યારે કપાળ પર તિલક ન હોવું જોઇએ.
પશ્ચિમ દિશામાં માથું રાખીને ઊંઘવાથી માનસિક તનાવ પેદા થાય છે અને ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી ઉંમર ઓછી થાય છે. આપણે દિવસે ન ઊંગવું જોઈએ તેને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોનું કહેવું છે કે ગ્રીષ્મ કાળ માં જ દિવસે ઉંગવું જોઈએ. આપણા શાસ્ત્રોમાં ઉંગવાને લઈને ઘણી વાતો કહેવામાં આવેલી છે.