દરેક લોકો પૈસા માટે તનતોડ મહેનત અને પરિશ્રમ કરતા હોય છે. પૈસાની જરૂરિયાત દરેક લોકોને હોય છે પછી તે ગરીબ હોય કે અમીર દરેકને તેની જરૂર પડતી જ હોય છે. પૈસાની તંગી કોઈને પણ પસંદ નથી હોતી. આ સમયમાં દરેકની જરૂરિયાતો દિવસે ને દિવસે વધતી જાય છે અને તેને પૂરી કરવા માટે રૂપિયા મેળવવા જરૂરી બની જાય છે. પરંતુ જ્યોતિષમાં આ સમસ્યાનો ઈલાજ છે શું તમે જાણો છો. ન જાણતા હોય તો જાણો પૈસાની અછતને દૂર કરવા શું કરવું જોઇએ.
તેના માટે શાસ્ત્રોમાં ઘણા ઉપાયો દર્શાવવામાં આવેલા છે તેમાંનો એક ઉપાય અમે તમને આજે જણાવીશું. જ્યોતિષ અનુસાર પૈસાની તંગી દૂર કરવા માટે સ્નાન કરતી વખતે કેટલાક ઉપાયો કરવાથી પૈસાની કમીને દૂર કરી શકીએ છીએ. નિયમિત પણે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ્ય અને નિરોગી રહે છે. ભગવાન તેવા લોકો જોડે જ જવાનું પસંદ કરતા હોય છે. સ્નાન કર્યા પછી આ એક ઉપાય કરવાથી પૈસાની તંગી દૂર થાય છે.
પહેલાના જમાનામાં ઋષિમુનિઓ સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચડાવતા હતા અને મંત્રોનું ઉચ્ચારણ કરતાં હતા. તેવું કરવાથી પાપ ધોવાય જાય છે તેવું માનવામાં આવે છે.
સ્નાન કરતા સમયે આ મંત્રનો જાપ કરો
मंत्र: गंगे च यमुने चैव गोदावरी सरस्वति,
नर्मदे सिन्धु कावेरी जलऽस्मिन्सन्निधिं कुरु!!
સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જીવનની સમસ્યાઓ માંથી છુટકારો મળી શકે છે. જીવનમાં આવનારા દિવસો ખુશીઓથી ભરેલા રહે છે. નાહ્યા પછી તમારે તમારા ઇષ્ટદેવને યાદ કરવાના.