દરેક લોકોએ જોયું હશે કે અમુક મહિલાઓ તેમના બાળકોને નજર ના લાગે એટલા માટે કાજળ લગાવતા હોય છે. અમુક લોકો તેમની ધંધા ની જગ્યા ઉપર લીંબુ મરચા લગાવતા હોય છે. તો ચાલો જાણીએ કોની કોની નજર લાગી શકે, કોની લાગી શકે તેના ઉપાય વિશે.
આ સૃષ્ટિ માં હકારાત્મક, નકારાત્મક, વિરુદ્ધ- ધાત્મક એમ ત્રણ પ્રકારની નજર હોય છે. વ્યક્તિ જેવું વર્તન કરે છે તેવી તેની નજર હોય છે. જો નાના વ્યક્તિને નજર લાગે તો તે રડતા રહે છે ખાવાનું પણ ખાતા નથી. અને જો મોટા વ્યક્તિને આવું થાય તો તેમને માથું દુખે, આંખમાં બળતરા થાય, ગભરાહટ થાય, આવી તકલીફો થવા લાગે છે.
જો કોઈના ઘરને નજર લાગે તો તેમના ઘરમાં કંકાસ, અને પરેશાની રહેતી હોય છે. અને આર્થિક પરિસ્થિતિ નબળી પડી જતી હોય છે. ધંધામાં કોઈની નજર લાગે તો ધીમે ધીમે ધંધો ઓછો થતો જાય છે. ખરાબ નજર બે પ્રકારની હોય છે. સામાન્ય, અને ગંભીર.
સામાન્ય નજર એ થોડાક સમય માટે લાગતી હોય છે. તે ગમે તે વ્યક્તિની ખરાબ નજરે જોવાથી લાગી શકે છે. આ સામાન્ય લોકોથી પણ દૂર કરી શકાય છે. આપણે જેવા કર્મો કરીએ છીએ તેવું જ ફળ આપણને મળતું હોય છે.
જેમકે કોઈ ભિખારી માંગવા માટે તમારા ઘરે આવે અને તમારી પરિસ્થિતિ સારી હોય તો પણ તમે તેને ખાલી હાથે પાછા મોકલો તો તેનું પરિણામ ખરાબ જ આવશે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ભિખારીને જે પણ આપો તે તેનાથી ખુશ થઈને તે તમને સારા આશીર્વાદ આપશે.
આવી રીતે તમે આવનારી ખરાબ નજર અને ખરાબ મુશ્કેલીઓથી બચી શકો છો. જો તમે ભૂલથી પણ કોઈને નુકસાન પહોંચાડ્યું હોય તો કોઈને મદદની જરૂર હોય તો તેમને મદદ કરીને તમારે તમારી ભૂલ સુધારી લેવી જોઈએ. તમે હનુમાનજી અને બાબા કાલભૈરવ ની માફી માગી લો તો તમને કોઈની ખરાબ નજર લાગશે નહીં. અને તમારું કોઇ કઈ પણ બગાડી શકશે નહીં.