લલિતકલા અકાદમી દારા રાજ્યકક્ષાની યુવા ચિત્રકલા સ્પર્ધા નું આયોજન

Latest News

રમતગમત – યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ હસ્તક ની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા દેશ ની આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોસ્તવ કાર્યક્રમ અંતર્ગત ‘ આઝાદી ‘ વિષય પર રાજ્યકક્ષા ના યુવા ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવમાં આવ્યું છે તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી , અમદાવાદ ની યાદી માં જણાવા માં આવ્યું છે.
આ સ્પર્ધા માં ૧૮ વર્ષ કે તેથી ઉપર ના ઉંમર ના ગુજરાત ના વતની હોઈ તેવા કલાકારો ભાગ લઇ શકશે. સ્પર્ધકે આઝાદી વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી નિયત ફોર્મ માં જરૂરી વિગતો ભરી તારીખ ૨જી ઑગસ્ટ સવારે ૧૨:૦૦ કલાક સુધી માં રો અથવા JPG ફોરમેટ માં gslka.independence@gmail.com ઈ-મેઈલ એડ્ડ્રેસ પર ઓનલાઈન ફોર્મ તથા કૃતિ રજૂ કરવાની રહશે.
સ્પર્ધક મહત્તમ એક જ કૃતિ સ્પર્ધા માટે રજૂ કરી શકશે . આ કૃતિઓ માં ૨૦ કૃતિઓ પસંદ કરવામાં આવશે અને આ ૨૦ કૃતિઓની ઓરીજનલ પ્રિન્ટ મંગાવી ને ગૌરવ પુરુસકૃત નિષ્ણાંત કલાકારો દ્વારા તેનું પુન: નિરીક્ષણ કરાવીને તેમાંથી ૮ વિજેતા ને કલાકારો ની પસંદગી કરાશે.

આ પસંદગી પામેલા કલાકારો માટે ઇનામ વિતરણ થશે –
પ્રથમ વિજેતા ને રૂ. ૧૦,૦૦૦ /-
દ્વિતીય વિજેતા ને રૂ. ૭૫૦૦/- તથા
તૃતીય વિજેતા ને રૂ. ૫૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકી ના પાંચ વિજેતા લોકો ને રૂ. ૨૫૦૦/- મુજબ a ઇનામો આપવામાં આવશે .

વધુ વિગત માટે ફોન- નં . ૦૭૯-૨૬૪૨૫૫૬૨ નો સંપર્ક કરવા લલિત અકાદમી , અમદાવાદ ની યાદી માં વધુ માં જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *