દવા કંપનીઓ એ રેડમેસીવીર, ટોસીલીઝુમેબ ,ફેબીફલુ,પી.પી.ઈ. કીટ તથા અન્ય દવાઓ કે જે વેચાણ થઇ શકી નથી. તેને પરત લેવાનો ઇન્કાર કરતા દવા વેપારીઓ ની લાખો રૂપિયા ની રકમ ફસાઈ હોવાનું જાણવા મળ્યું છે. કોરોના એ લોકો ને જબરા રંગ બતાવ્યા છે.
કોરોના ની બીજી લહેર માં સંક્રમણ એટલું બધું વધી ગયું કે ઈન્જેકશન અને દવાઓની ભારે ડિમાન્ડ હતી અને તેની સામે ભારે શોર્ટેજ ઉભી થઇ હતી. હાલ માં સંક્ર્મણ ઓછું થઇ ગયું છે એટલે રેડમેસીવીર જેવા ઈન્જેકશન વિશે કોઈ પૂછતું નથી. જયારે ડિમાન્ડ હતી ત્યારે ઈન્જેકશન માટે ગમે તેટલી રકમ ચૂકવવા તૈયાર હતા.
જાણવા મળેલી માહિતી મુજબ લગભગ ૩૦ લાખ રૂપિયા ના રેડમેસીવીર , ૧૦ લાખ રૂપિયા ના ટોંસિલીમુજેબ અને ૨૫ લાખ રૂપિયા ના ફેબીફલુ દવા વેપારીઓ ની ફસાઈ ગઈ છે. વેપારીઓ ને કંપનીઓ ને રેડમેસીવીર અને ટોંસિલીમુજેબ કંપનીઓ ને પરત મોકલાયા હતા. પરંતુ દવા કંપનીઓ એ પરત લેવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
કોરાનાનું સંક્રમણ ઘટ્યું તો તંત્ર એ સરકારી હોસ્પિટલો માં પૂરતી દવાઓ ની વ્યવસ્થા કરી દીધી જેને કારણે દવા અને ઈન્જેકશન ની ડિમાન્ડ રહી જ નહીં.
પરંતુ કોરોના મહામારી ના સમય માં અનેક ઉપકરણો માં પણ દવા બજાર માં ઠલવાયા હતા. જેવા કે નેબ્યુલાઇઝર , થર્મોમીટર , પી.પી.ઈ. કીટ ,પલ્સ ઓક્સઓમીટર નો સમાવેશ થાય છે. આ બધા નો સ્ટોક પડ્યો છે. હાલ માં આને કોઈ પૂછનાર નથી. કંપનીઓ વારા પાછા પણ લેતા નથી.
વેપારીઓ ને કહેવા મુજબ ઓગસ્ટ મહિના માં લગભગ ૫૦૦ જેટલા વાયલ ની એક્સપાયરી ડેટ છે જો કંપનીઓ ઈન્જેકશન પાછા નહીં લે તો લાખો રૂપિયા નું નુકશાન થશે. અને હાલમાં દવાઓ વેચાતી નથી.
