ધોળકા તાલુકામાં સેજ અને સાથલ નામના ગામમાં માતા પૂજાય છે. દાદા જેતમલ વિહત માના ભુવા હતા. એક દિવસ સાંથલ ગામમાં એક બજાણીયો આવે છે જે રાત્રે જાતજાતના નાટક કરે. તે બાવીસ વર્ષનો હતો અને ખુબ જ સુંદર હતો અને તે મેલીવિદ્યાનો જાણકારી હતો.
તેની નજર એક સોળ વર્ષની કન્યા ઉપર પડે છે. તે વિચારે છે કે મારી જાત ના કારણે હું લગ્ન તો નહીં કરી શકું પરંતુ હું આને મારી નાખું. તે ગામમાં લોટ માંગવા જાય ત્યારે નજર કરતો જાય છે કે આ કન્યા ક્યાં રહે છે. તેને કન્યાને છાણા થાપતી જોઈ.
તે કન્યા પર અડદના દાણા નાખે છે અને એક દાણો કન્યા ના માથા પર અડે છે. દીકરી નીચે પડી જાય છે અને તે મરી જાય છે. દીકરીને સ્મશાનમાં લઈ જાય છે એટલામાં તો દિવસ આથમી થાય છે અને બધા અગ્નિસંસ્કાર કરી ઘરે આવી જાય છે.
આ બજાણીયા એ દાણો નાખ્યો અને અગ્નિ ઓલવાઈ ગઈ બીજો દાણો નાખી દીકરી ને બહાર કાઢી અને કપાળ પર દબાણ આપતો હોય એવું કર્યું એટલામાં તો દીકરી જીવતી થઈ ગઈ દીકરી એ પૂછ્યું વીરા તમે કોણ છો. તું મને વીરો ના કહીશ મારે તારી જોડે લગ્ન કરવા છે.
અમારા માટે અમારો બાપ જે શોધે એ ખરું બીજો શોધીએ તો અમારો ધર્મ હારી જાય. અમારી દેવી જાગી જશે તો તને છોડશે નહીં તું માનીજા. તે માનતો નથી અને દીકરી નું કાંડુ પકડી ખેંચે છે. દીકરી વિહત મા ને યાદ કર્યા.
ત્યાં એક ઘોડે સવાર આવે છે આ જોઈને દીકરીએ કહ્યું ભાગ મારો બાપ આવે છે. આ બજાણીયો દાણો લઈને ઘા કરવાની કોશિશ કરી પરંતુ જેતમલ દાદા એ ગોળ ગોળ ફેરવી ને પછાડ્યો અને દાદા ની ખાંભી પર જઈને પડ્યો પડતા માથું પટકાયું અને સવા શેર લોહી પડ્યું અને મરી ગયો.
દાદાએ સવા શેર લોહી નો ગ્લાસ પીને દીકરીને ઘોડા પર બેસાડી ને સાંથલ ગામે મૂકી જાય છે.