માહિતી અનુસાર પીડિત પુરુષની છાતીની ડાબી બાજુ અને ડાબા હાથની ત્વચા ધીરે ધીરે કડક થઈ ગઈ હતી. બ્રેસ્ટ કેન્સર વિશે એક સામાન્ય માન્યતા છે કે આ સમસ્યા માત્ર મહિલાઓને જ થાય છે પરંતુ તે બિલકુલ ખોટી છે. સ્તન કેન્સર પુરુષોમાં પણ થઈ શકે છે. આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે પરંતુ તેમની અવગણના કરી શકાતી નથી. હાલમાં જ હરિયાણાના ઝજ્જરમાં આવો કિસ્સો સામે આવ્યો છે. આ વાતે સૌને ચોંકાવી દીધા છે.
ધ સનના અહેવાલ મુજબ, 65 વર્ષના આ વ્યક્તિમાં સ્તન કેન્સરના લક્ષણો જોવા મળ્યા છે. સામાન્ય રીતે બ્રેસ્ટ કેન્સર શરીરની અંદર વધે છે, પરંતુ પ્રથમ વખત વ્યક્તિના શરીરની બહારની ત્વચા પર આવા લક્ષણો દેખાયા છે. જે તમામ માટે ખતરાની ઘંટડી માનવામાં આવી રહી છે.
માહિતી અનુસાર પીડિત પુરૂષની છાતીનો ડાબો ભાગ અને ડાબા હાથની ત્વચા ધીરે ધીરે કડક થઈ ગઈ હતી. પીડિતાના જણાવ્યા મુજબ, આ બધું તેની સાથે 7 મહિના પહેલા શરૂ થયું હતું. આ સમસ્યા ધીમે ધીમે વધતી ગઈ, જોકે ત્વચા સખત થઈ ગઈ હોવા છતાં, તેનાથી દુખાવો થતો નહોતો. આટલું જ નહીં તેની ત્વચા પર દાઝવાના નિશાન પણ થવા લાગ્યા.
આ પછી બાયોપ્સી કરવામાં આવી તો સ્પષ્ટ થયું કે દર્દીના શરીરમાં મેટાસ્ટેટિક કાર્સિનોમા છે, એટલે કે દર્દીને સ્તન કેન્સર શરૂ થયું હતું. ડૉક્ટરો માટે પણ આ આશ્ચર્યથી ઓછું ન હતું. અત્યાર સુધી ડોકટરોએ સ્તન કેન્સરના તમામ લક્ષણો શરીરની અંદર જોયા હતા. જ્યારે પ્રથમ વખત તેને શરીરની બહાર બ્રેસ્ટ કેન્સરના લક્ષણો દેખાઈ રહ્યા હતા. આ પછી દર્દીની સારવાર શરૂ થઈ જે હજુ પણ ચાલુ છે.