વાસ્તુ શાસ્ત્રમાં ખોરાક ખાવામાં પણ નિયમો બતાવવામાં આવેલ છે. તે નિયમો અનુસાર જો તમે યોગ્ય દિશામાં ભોજન કરો છો તો તમે ઘરમાં સુખ શાંતિ વારું વાતાવરણ બનેલું રહે છે અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. અયોગ્ય દિશામાં બેસીને જમવાથી સ્વાસ્થ્ય ને લગતી તકલીફ થઈ શકે છે. તમે કઈ દિશામાં બેસીને જમો છો તેની સાથે ઘણા તથ્યો જોડાયેલા છે. જાણો કઈ દિશામાં બેસીને જમવાથી શું થાય?
પૂર્વ દિશા : પૂર્વ દિશામાં મોં રાખીને જમવાથી મગજ તનાવ મુક્ત રહે છે અને શરીર ના દુઃખ દૂર થાય છે. મનને સકારાત્મક શક્તિ પ્રાપ્ત થાય છે. ખોરાકની પાચનશક્તિ સારી થાય છે જેથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ દિશામાં ભોજન કરવું ફાયદાકારક નીવડે છે.
પશ્ચિમ દિશા : આ દિશાને લાભકારી દિશા માનવામાં આવે છે. ધંધાદારી લોકો અને નોકરિયાત લોકોએ આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ. જે લોકો શાંતિ વારું કામ કરતા હોય તેમને પશ્ચિમ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ.
ઉત્તર દિશા : જેમને ધન, આધ્યાત્મિક શક્તિ અને જ્ઞાનની શક્તિ પ્રાપ્ત કરવી હોય તેમને આ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ. આ દિશામાં બેસીને ભોજન કરવાથી ઉચ્ચ જ્ઞાન પ્રાપ્તિ થાય છે અને વિદ્યાર્થી વર્ગને ખૂબ ફાયદાકારક રહે છે.
દક્ષિણ દિશા : દક્ષિણ દિશાને યમની દિશા તરીકે ઓળખવામાં આવે છે. આ દિશામાં બેસીને ભોજન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી. જેમના માતૃ પિતા જીવિત હોય તેમને આ દિશામાં ભોજન કરવું હિતાવહ રહે છે. જો તમે સમૂહ ભોજન કરતાં હોય તો કોઈ પણ દિશામાં બેસીને ભોજન કરી શકાય છે.