લસણનો કરો આ ઉપાય તમારું નસીબ બદલાઈ જશે, મૂકી દો આ જગ્યા પર એક લસણ

Astrology

દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરીને સુખી અને અમીર થવા માગે છે. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ખૂબ આકરી મહેનત કરવા છતાં પણ ધારી સફળતા મળતી નથી. તમને પણ એવી સમશ્યા હોય તો લસણ નો આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે. તો જાણો તેનો ઉપાય કેવી રીતે કરવો.

લસણનો ઉપયોગ માત્ર રસોડામાં જ થાય તેવું નથી તે તમારું નસીબ પણ ચમકાવે છે. તમારે લસણની એક કળી તમારા પાકીટમાં રાખી દેવાની અને તે પ્રયોગ શનિવારના દિવસે કરવાનો જેનાથી તમારું પાકીટ હમેશાં ભરેલું રહેશે. જેમને રાતના સમયે ડરામણા સપના આવે છે તેમને તકિયા નીચે રાતના સમયે બે ત્રણ લસણની કળી રાખવી જોઇએ. સવારે ઉઠીને તે લસણની કળી ને કોઈ ખુલ્લી જગ્યાએ નાખી દેવાની તેનાથી આ સમશ્યા દૂર થઈ જશે.

જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થતો હોય તો લસણની એક કળી ઘરના કોઈ પણ એક ખૂણામાં મૂકી દો અને તેને દર અઠવાડિયે બદલી દો. જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જશે. જો બાળક વારંવાર બીમાર થતું હોય તો સાત લસણ અને પાંચ સૂકા મરચા બાળક પર ફેવરીને તેને સળગાવી દો. જેનાથી નજર લાગવાની સમશ્યા હોય તો દૂર થશે.

જો તમારો ધંધો રોજગાર બરાબર ન ચાલી રહ્યો હોય તો વારંવાર કોઈ ના કોઈ નુકશાન થઈ રહ્યું હોય તો ધંધાના મુખ્ય દ્વાર પર લાલ કપડામાં લસણની પાંચ સાત કરી બાંધી ને લટકાવી દો. તેનાથી ધંધો રોજગાર ધમધમવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *