આપણા હિન્દુ ધર્મમાં ધનના દેવતા તરીકે કુબેર દેવને પૂજવામાં આવે છે કુબેર દેવની પૂજવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે એવું કહેવામાં આવે છે. કે ધનના દેવતા કુબેરની ઘરની ઉત્તર દિશામાં વાસ કરે છે. એવી માન્યતા છે કે ઘરની ઉત્તર દિશામાં કેટલીક વસ્તુઓ મૂકવાથી તેનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા કેટલાક નિયમોનું વિધિ-વિધાન દ્વારા પાલન કરવામાં આવે તો કુબેર દેવની કૃપા હંમેશા માટે વરસતી રહે છે સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે આજે હું તમને બતાવીશ કે કઈ વસ્તુ ઉત્તર દિશામાં રાખવાથી કુબેર દેવતાની કૃપા પ્રાપ્ત થાય છે.
ઘરની ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરની પ્રતિમા ઉત્તર દિશામાં મૂકવી જોઈએ પ્રાચીન શાસ્ત્રોમાં ઉત્તર દિશામાં કુબેર દેવતાનું સ્થાન બતાવવામાં આવ્યું છે કુબેર દેવતાની પ્રતિમા ઉત્તર દિશામાં રાખવાથી તેનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે ભગવાન કુબેરની રોજ પૂજા કરવી જોઈએ.
ઘરનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં રાખવો જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં રાખવાથી કુબેર દેવતા અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરનો મુખ્ય દ્વાર ઉત્તર દિશામાં રાખવાથી પરિવારને ખૂબ મોટા ફાયદા થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની તીજોરી ઉત્તર દિશામાં રાખવી જોઈએ કારણકે ઉત્તર દિશામાં ધનના દેવતા કુબેરનો વાસ રહેલો હોય છે.