બનસાકાંઠામાં લુપ્ત થયેલો એક ખાસ પ્રકારનો ગોળ ફરી બનાવાયો, દૂર-દૂરથી ડિમાન્ડ આવી રહી છે

Uncategorized

ઘણા વર્ષો પહેલા બનાસકાંઠાના ધાણધાર વિસ્તારમાં એક ખાસ પ્રકારનો ગોળ બનાવવામાં આવતો હતો. આ વિસ્તારમાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો પુષ્કર પ્રમાણમાં થઇ રહ્યાં હતા. આ વિસ્તારમાં મોટાપાયે શેરડીનું ઉત્પાદન થતું હતું. જે શેરડીમાંથી દેશી ગોળ અને ખુબ જ પાતળો ખુબજ મોટા પ્રમાણમાં બનતો અને શિયાળામાં લોકો માટે મુખ્ય આહાર પણ ગોળ હતો.

પરંતુ સમય જતા અહીં પાણી ના અભાવના કારણે શેરડીના પાક લુપ્ત થતા ગયા છે, હાલમાં આ વિસ્તારમાં ફરીથી ખેડૂત ભાઈઓ બહારના રાજ્યોમાંથી શેરડી લાવીને ગોળ બનાવી રહ્યા છે. હાલમાં અહીં દૂર દૂરથી ગોળ લેવા માટે આવે છે.

આ વિસ્તારમાં જુવાર, શેરડી, ચણા જેવા પાકો પુષ્કર પ્રમાણમાં થઇ રહ્યાં હતા. આ વિસ્તારમાં મોટાપાયે શેરડીનું ઉત્પાદન થતું હતું. પહેલાના સમયમાં જ્યા આગળ ધાન્ય એટલે કે અનાજની ધાર વહેતી હતી. તેના પરથી ધાણધાર નામ પાડવામાં આવ્યું. આ વિસ્તારમાં સતત શેરડીના પાક લહેરાતા જોવા મળતા હતા. અહીં આગળ મોટા પ્રમાણમાં પાતળો ગોળ બનાવવામાં આવતો હતો. આ વિસ્તારમાં પાણીના સ્તર નીચે જવાથી શેરડીના પાકનું વાવેતર બંધ થઇ ગયું છે.

જોકે ખેડૂત ભાઈઓ ૩૦ વર્ષ બાદ આ વિસ્તારના ખેડૂત ભાઈઓ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાંથી શેરડી લાવીને પીલીને કેમિકલ યુક્ત ગોળ બનાવે છે. આ ગોળ ખાનારા કહે છે આ ગોળ સ્વાથ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં 4 મહિના સુધી આ ગોળ બને છે. જે ઠંડીમાં લોકો માટે આ ગોળ ખૂબ ફાયદાકારક ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *