આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક ખાસ મહત્વ રહેલું છે બુધવારના દિવસે વિશેષ રૂપે ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે તેમના આશીર્વાદથી કોઈપણ કાર્યમાં સંકટ આવતું નથી અને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે
ભગવાન ગણેશને સર્વ પ્રથમ પૂજવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે તેમનું સ્મરણ કરવાથી વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે આ કારણથી કોઈ પણ શુભકાર્યની શરૂઆતના પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે
પ્રાચીન શાસ્ત્રો અનુસાર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે બુધવાર કરવામાં આવે છે બુધવારના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈ શકે છે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બુધવારના દિવસે ભગવાન ગણેશના 12 નામો સવારે અને સાંજે 108 વખત બોલવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશના 12 નામ બોલવાથી ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
બુધવારના દિવસે ભગવાન ગણેશના મંદિરમાં જઈને વિધિ-વિધાન દ્વારા પૂજા કરવી જોઈએ અને તેમને મોદકના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ કારણ કે ભગવાન ગણેશની મોદકના લાડુ ખૂબ પ્રિય છે