દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માટે ઘણા બધા પ્રકારની મૂર્તિ કે શોપીસ રાખતા હોય છે પણ વાસ્તુ અનુસાર આપણા ઘરમાં જે કોઈ વસ્તુ મૂકવામાં આવે તેનો આપણા જીવન અને કિસ્મત ઉપર પ્રભાવ પડતો હોય છે વાસ્તુ અનુસાર ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે
વાસ્તુશાસ્ત્રમાં માછલીને સુખ શાંતિ અને ધન સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ચાંદી કે પિત્તળની માછલી રાખવી શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે
કાચબો શુભતાનો પ્રતીક માનવામાં આવે છે કાચબાની પ્રતિમા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેમજ ઘરમાં આવક આવવાના સ્ત્રોત વધી જાય છે પરિવારના બધા સભ્યોનું સ્વાસ્થ્ય સુધરે છે ઘરની ઉત્તર દિશામાં કાચબાની પ્રતિમા રાખવી જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર હાથીને એશ્વર્યાનું પ્રતીક માનવામાં આવે છે હાથીની પ્રતિમા ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે ચાંદી કે પીત્તળથી બનેલી હાથીની પ્રતિમા ઘરમાં રાખવી જોઈએ