પુખરાજ પહેરવાથી ઘણ સંપત્તિમાં ફાયદો સાથે ભવિષ્યમાં થાય છે આ ફાયદાઓ, પરંતુ આ 3 રાશિવાળા લોકો બિલકુલ દૂર રહેજો.

Astrology

જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ શુભ સ્થિતિમાં હોય છે તેના માટે પુખરાજ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જાણો પુખરાજ પહેરવો કોણ માટે ફાયદાકારક છે અને કોણ માટે નુકશાનકારક છે.

પીળા રંગનો રત્ન પુખરાજ નો રત્ન હોય છે.આ રત્ન બૃહસ્પતિ ગ્રહ નો છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીમાં બૃહસ્પતિ શુભ સ્થિતિમાં હોય છે તેના માટે પુખરાજ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જે લોકોને પુખરાજ ફળ આપે છે તેવા લોકોને ધન, સંપત્તિ, કરિયર, શિક્ષા ની સાથે સાથે માન સન્માન પણ પ્રાપ્ત થાય છે.મોટાભાગે લોકો એવું વિચારતા હોય છે કે પુખરાજ કોઈ પણ ફરી શકે પણ બિલકુલ એવું નથી હોતું. ઘણા લોકોને નુકશાનકારક પણ સાબિત થઈ શકે છે. જાણો કેવા લોકોએ પુખરાજ પહેરવો જોઈએ અને કેવા લોકોએ નહિ પહેરવો જોઈએ.

જાણો કેવા લોકોએ નહિ પહેરવો જોઈએ પુખરાજ

કન્યા રાશિ : કન્યા રાશિનો સ્વામી ગ્રહ બુધ છે. બુધ અને ગુરુની વચ્ચે મૈત્રી સબંધ બિલકુલ નથી. તેની સાથે ગુરુ આ રાશિના ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે. ચોથા ઘરનો સબંધ માતા, ભૂમિ, વાહન અને સુખનો હોય છે પરંતુ સાતમું ઘર જીવનસાથીનું હોય છે. એટલા માટે આ રાશિના જાતકોને પુખરાજ બિલકુલ ન પહેરવો જોઈએ.

તુલા રાશિ : તુલા રાશિના ત્રીજા અને છઠ્ઠા ઘરનો સ્વામી ગુરુ છે. પરંતુ તુલા રાશિનો સ્વામી શુક્ર છે. ગુરુ અને શુક્ર વચ્ચે દુશ્મની નો સબંધ છે. માટે આ રાશિના જાતકોએ પુખરાજ બિલકુલ ન પહેરવો જોઈએ. આ રાશિના જાતકોએ પુખરાજ ધારણ કર્યો છે તો તેમને પેટના સબંધિત રોગનો સામનો કરવો પડી શકે છે.

કુંભ રાશિ : કુંભ રાશિ નો સ્વામી શનિ ગ્રહ છે.આ રાશિમાં દ્વિતીય સ્વામી એટલે કે બળવાન મારકેશ અને એકાદેશ હોવાને કારણે તે અશુભ છે. આ કારણે કુંભ રાશિના જાતકો પુખરાજ રત્ન ન પહેરવો જોઈએ.

ડિસ્ક્લેમર- આ લેખ સામાન્ય જનતાની માહિતી અને કહેવતો પર આધારિત છે. ગુજરાતની અસ્મિતા તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી, કોઈપણ રત્ન પહેરતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *