
સીંગતેલમાં બજારમાં સુધારો આવવાથી મગફળીમાં પણ અસર જોવા મળી છે અને મને 10 રૂપિયાનો વધારો દેખાયો છે. જોવા જઈએ તો મગફળીની આવક દરેક માર્કેટ યાર્ડ ઓછી થઈ છે જેના પગલે બજારમાં સરેરાશ સુધારો થયો છે.

પરંતુ ઉત્તર ગુજરાતના માર્કેટમાં મહારાષ્ટ્રની લેવાલી ઓછી થઈ હતી એટલી બજાર થોડું નીચું આવ્યું હતું પણ ત્યાંના બજારોમાં પહેલેથી ભાવ ઊંચા બોલાઇ રહ્યા છે. સીંગતેલની પિલાણ મિલોમાં માંગ હોવાથી મગફળીનો મજબૂત ટોન દેખાય છે.
જાણો આજના વિવિધ બજારોના મગફળીના ભાવ:-
ઉત્તર ગુજરાત
હિંમતનગર -1025 થી 1530 (નાની)
પાલનપુર – 1000 થી 1310
વિજાપુર – 1020 થી 1180
ડીસા – 1011 થી 1241
ઇડર – 1200 થી 1340 (નાની)

સૌરાષ્ટ્ર
વિસાવદર – 862 થી 1116
જેતપુર – 841 થી 1136
હળવદ – 850 થી 1111
રાજકોટ – 931 થી 1122
જસદણ – 1025 થી 1129
ભાવનગર – 1044 થી 1241 (નાની)