એક એવું ગામ જ્યાં આગળ માણસોથી લઈને પ્રાણીઓ બધા છે અંધ ! શું એમને કોઈ દુર્લભ શ્રાપ મળ્યો છે ?? જાણો રહસ્ય…

Uncategorized

દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. મેક્સિકોમાં આવું જ એક રહસ્યમય ગામ છે, જેને ‘વિલેજ ઑફ ધ બ્લાઈન્ડ’ કહેવામાં આવે તો ખોટું નહીં લાગે, કારણ કે અહીં મનુષ્યથી લઈને જાનવરો સુધી દરેક વ્યક્તિ અંધ બની જાય છે.

આ ગામનું નામ તિલતપાક છે. માહિતી અનુસાર આ ગામમાં ઝોપોટેક જનજાતિના લોકો રહે છે. એવું કહેવાય છે કે અહીં જન્મ સમયે બાળકો સંપૂર્ણ રીતે ઠીક હોય છે, પરંતુ થોડા દિવસો પછી જ તેમની આંખોની રોશની નીકળી જાય છે, એટલે કે તેઓ અંધ બની જાય છે.

જોકે વૈજ્ઞાનિકો માને છે કે લોકોના અંધત્વ પાછળ કોઈ ઝાડ નથી, પરંતુ ખતરનાક અને ઝેરી માખી છે. આ ખાસ પ્રકારની ઝેરી માખીના કરડવાથી જ લોકોની આંખોની રોશની બંધ થઇ જાય છે. આ ગામમાં લગભગ ૭૦ ઝૂંપડા છે, જેમાં લગભગ ૩૦૦ લોકો રહે છે. ખાસ વાત એ છે કે અહીંના કોઈપણ ઘરમાં બારી નથી. જો કે એવું માનવામાં આવે છે કે અહીં કેટલાક લોકોની દૃષ્ટિ સારી છે, જેના કારણે બાકીના લોકો અહીં રહેવા માટે સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *