બોલિવૂડ ની જાણીતી એકટ્રેસ સની લિયોની માત્ર પોતાની ફિલ્મોમાં જ નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર ઘણી એકટીવ રહે છે. સની લિયોની પોતાના ફોટા સોશ્યિલ મીડિયા પર ઘણા મજેદાર ફોટા અને વિડિઓઝ શેર કરતી હોય છે. હવે સની લિયોની પોતાના ફેન્સ ને એક વિડિઓ દ્વારા કોવીડ – ૧૯ પર સલાહ આપી છે અને ઘરે જ રહેવાની વિનંતી કરી છે. અસલ માં સની લિયોની એ પોતાનો એક વિડિઓ ઇન્સ્ટાગ્રામ અપલોડ કર્યો છે જે, જેમાં તે સેટ પર શૂટિંગ કરતી જોવા મળી છે.
તેના શોટ નું રીટેક લેવા માં આવે છે અને આ વિડિઓ વચ્ચે મનાલી વાયરલ ફોટો આવે છે જે થોડા દિવસો પહેલા જ લોકડાઉન ખુલવા પર લેવામાં આવી હતી અને તેમાં હઝારો લોકો ની ભીડ જોવા મારી રહે છે. આ વિડિઓ નને શેર કરતા સની લિયનોની લખ્યું છે કે ઘરે રહો પહાડ ક્યોં ભાગી જવાના નથી, અને તમારે પણ ન જવું જોઈએ.
દેશમાં કોરાની ની બીજી લહેર ઓછી થતા જ સરકાર ધીમે – ધીમે ફરવાના સ્થળો પણ ખોલી રહી છે અને તે ખુલતા ની સાથે લોકો વિવિધ જગ્યાએ ફરવા માટે પહોંચી ગયા હતા. જેમાં મનાલી એક એવી જગ્યા હતી કે જયાં આગળ એક મહિના ની અંદર ૭ -૮ લાખ લોકો એ તેની મુલાકાત લઇ લીધી હોવાનું જાણવામાં આવ્યું હતું. તેવામાં ત્યાંના ભીડવાળા ફોટા વાયરલ થતા લોકો એ ત્રીજી લહેર ની આશઁકા વ્યક્ત કરી રહ્યા છે.
કામ ની વાત કરીએ તો સની લિયોની છેલ્લે ફિલ્મ મોતીચુર ચકનાચૂર સ્પેશ્યલ આઈટમ સોન્ગ માં જોવા મળી હતી. હવે ડાયરેક્ટર વિક્રમ ભટ્ટ ની ફિલ્મ અનામિકા માં જોવા મળશે. આ ફોટોશૂટ માં સનીએ માત્ર મોટી હેટ સહે ફોટોશૂટ કરાવ્યું હતું. જેનો ફોટો ઘણો વાયરલ થયો હતો.સની લિયોની પોતાના બોલ્ડ ફોટા માટે પ્રખ્યાત છે.
