મિત્રો તમે અત્યાર સુધીમાં ઘણી બધી લગ્ન કંકોત્રી જોઈ હશે કેટલીક લગ્ન કંકોત્રી એટલી સુંદર હોય છે કે તે જોવાનું આપણને વારંવાર મન થાય છે. આજે હું તમને ઉમરેઠમાં એક શાહ પરિવારે પોતાના લગ્નના પ્રસંગમાં બેન્કના ચેકબુક અને પાસબુક જેવી કંકોત્રી છપાવી જેમાં અલગ-અલગ પેજ ઉપર કંઈક ને કંઈક ઉદ્દેશ છાપવામાં આવ્યો છે.
દરેક ના માતા પિતા ઇચ્છતા હોય છે કે મારા સંતાનના લગ્નમાં કંઈક નવું કરવાની ઈચ્છા રાખતા હોય છે. બીજા લોકો કરતા આપનો પ્રસંગ અમૂલ્ય બની રહે. ચરોતર પ્રદેશમાં હાલમાં લગ્નોની મોસમ પુરજોશમાં ખીલી છે. ત્યારે આણંદ જિલ્લાના ઉમરેઠમાં એક માતા-પિતાએ પોતાના દીકરાના લગ્ન યાદગાર બની રહે તે માટે આવુ જ કઇક કરવાનો પ્રયાસ કર્યો છે.
દર વર્ષે માર્કેટમાં ઘણા બધા પ્રકારની આમંત્રણ પત્રિકાઓ આવે છે એમાં આપણને શોકાતુર થઇ જતા હોઈએ છીએ. આપણે પત્રિકા પસંદ કરવામાં આપણાજ પરિવારજનોની સલાહ લેતા હોઈએ છીએ. હાલમાં ઉમરેઠના એક પરિવારે દ્વારા છાપવામાં આવેલી પત્રિકા સૌ કોઈને અચરજ પમાડે તેવી છે.
મોટાભાગે આમંત્રણ પત્રિકા પર ભગવાનના ફોટાવારી છપાવતા હોય છે. આ પત્રિકા આખરે પ્રસંગ પૂર્ણ થયા બાદ પસ્તીમાં જ જાય છે. આ અનોખી પત્રિકા હોવાથી યાદગીરી માટે લોકો સાચવી રાખશે.