દુનિયામાં ભરોસાથી મોટી વસ્તુ કશું જ નથી. કહેવાય છે કે મોટા ભાગના કામ ભરોસા પર જ હોય છે. પછી તે વેપાર હોય કે પછી અરસપરસના સંબંધો. એવામાં જો ભરોસો તૂટી જાય તો દુઃખ પણ ખૂબ થાય છે. આ બધા વચ્ચે એક મોટો સવાલ એ પણ ઉઠે છે કે ઓળખ કઈ રીતે કરાય કે કોના પર ભરોસો કરવો જોઈએ અને કોના પર ભરોસો ન કરવો જોઈએ. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં ત્રણ એવી રાશિઓ બાબતે જણાવવામાં આવ્યું છે કે જેના પર તમે આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. આ ત્રણેય રાશિના જાતક સૌથી વધારે ભરોસાપાત્ર માનવામાં આવે છે.
વૃષભ:- આ રાશિના જાતક સ્થિર અને જમીન સાથે જોડાયેલા હોય છે. એ સ્પષ્ટ દિલના હોય છે અને જેને પ્રેમ કરે છે તેના માટે બધુ જ કરે છે. આ રાશિના જાતકોને તમે પરેશાની અને રાજ સરળતાથી બતાવી શકો છો. આ રાશિના લોકો વિશ્વાસ તોડતા નથી. આ રાશિના લોકો વફાદાર હોય છે અને આવશ્યકતા પડવા પર બીજા લોકોની મદદ માટે હંમેશાં તૈયાર રહે છે.
વૃશ્ચિક:- આ રાશિના જાતકો પર ભરોસો કરવામાં સમય લાગી શકે છે પરંતુ તેમની સાથે એક વખતે નજીકના સંબંધ બની જાય તો તે ખૂબ જ સારા મિત્ર બની જાય છે. એ તમારા રાજને કોઈ સામે ઉજાગર થવા દેતા નથી. આ રાશિના જાતક પોતાના પાર્ટનર માટે પણ પ્રતિબદ્ધ રહે છે. તે તમારા નજીકના અને પરિચિત લોકોને હંમેશાં પ્રેમ કરે છે.
મકર:- મકર રાશિના જાતક ભરોસાપાત્ર હોય છે અને નૈતિકતાને ખૂબ મહત્ત્વ આપે છે. આ લોકો જવાબદાર, પરિપક્વ અને યોગ્ય કામ કરવા પર પોતે ગર્વ માને છે. આ રાશિના લોકો પર તમે સરળતાથી ભરોસો કરી શકો છો. આ રાશિના જાતક તમારી વાતો પોતાના સુધી જ રાખે છે તેઓ ક્યારેય પણ તમારી વાતો બીજા સામે જાહેર કરતા નથી. આ લોકો પોતાની વાતના ખૂબ પાક્કા હોય છે જેને પુરા કરવા માટે તમા પ્રયત્ન કરે છે.