આપણા શરીર ની તંદુરસ્તી રાખવી જરૂરી છે. આપણે લોકો જેટલો સમય મોબાઈલ પાછળ બગાડીએ છીએ એના કરતા આપણા સ્વસ્થ પાછળ વધારે સમય બગાડવો જોઈએ. જો તમે જમણા પડખે સુતા હોય તો તમને પેટ ને લગતી બીમારીઓ થઇ શકે છે. પાચનક્રિયામાં, રક્તપ્રવાહ તેમજ હાર્ટ બર્ન થાય છે. ડાબે પડખે સૂવાથી પેટ ને લગતી બીમારી થતી નથી.
આપણી વ્યસ્ત જિંદગીમાં પાણી પીવાનું જ ભૂલી જતા હોઈએ છીએ.જયારે આપણે તરસ લાગે ત્યારે થોડુંક પાણી પીતા હોઈએ છીએ.
વર્લ્ડ હેલ્થ ઓરગેનિઝશન મુજબ આપણે રોજિંદા ઝીંદગીમાં ૮૦૦૦ જેટલા સ્ટેપ ચાલવા ની સલાહ આપે છે. આપણે દિવસ માં કેટલા સ્ટેપ ચાલીએ છીએ એના માટે ફિટનેસ ટ્રેકર વૉચ વગેરે ઉપકરણો મરી રહે છે. આનાથી આપણે કેટલું ચાલીએ છીએ તેની આપણે ખબર પડે અને સ્વસ્થ સારું રહે. ચાલવા માટે કોઈ બહાના ઢૂંઢી લો જેમ કે ઘર ની સિડી ચઢો અથવા તો પોતાના ખેતર માં સેઢે ચાલો.
આયુરેવેદ માં કહેવા માં આવ્યું છે કે કોઈ બીમારી નું કારણ એ આપણું પેટ છે, જો આપણું પેટ સ્વસ્થ રાખીશું તો કોઈ તકલીફ રહેશે નઈ. પેટ સ્વસ્થ રાખવા માટે સૌ પ્રથમ આપણે જંક ફૂડ ના ખાવું જોઈએ અને આપણું પાચનક્રિયા મજબૂત રાખવી. આપણે કોઈ વસ્તુ ખાઈએ ત્યારે તેને બરાબર ચાવી ને ખાવું જોઈએ .
આપણે એવા મિત્રો ને પસંદ કરો જે કસરત કરતા અને જંક ફૂડ થી દૂર રહેતા તેવા મિત્રો ની સંગત કરો.