જયારે ગુજરાતમાં સિવિલ સર્વિસ માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે કોચિંગ ક્લાસ ન હતા અને તે સમયે આવી કોઈ જાગૃતિ પણ ન હતી તે દરિમિયાન આવી કોઈ પરીક્ષા પાસ કરવી તે મોટા પડકારરૂપ હતું. આવો સંઘર્ષ ઉત્તર ગુજરાતના ખેડૂત પુત્ર આઈ.કે.પટેલ જાણીને નવી પેઢીને કંઈક કરી છૂટવાની જાગૃતિ આવશે.
તેમનું કહેવું છે કે જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવ તેમને એક સલાહ આપે છે કે તમે નોકરી લાગી ગયા હોય તો સંતોષ ન માની લેતા જોડે જોડે બીજી પરીક્ષાની તૈયારી કરતા રહેજો નહીંતર તેનું દુઃખ જીવનભર રહેશે. તેઓ ગ્રેજ્યુએટ થયાના બીજા દિવસે એચ એલ કોલેજમાં ક્લાર્ક તરીકે લાગી ગયા હતા. પછી આઠ મહિના બાદ તેમને sbi ની પરીક્ષા પાસ કરીને ક્લાર્ક બન્યા.
તે સમયે ગુજરાતમાં ૧૯૮૩માં સિવિલ સર્વિસ ભરતી આવી અને તેઓ તેમાં કૂદી પડ્યા. પરંતુ તેઓ બેન્કની નોકરી ના કારણે તે જોઈએ તેટલું ધ્યાન ન આપી શક્યા. પરિણામે તેમની પસંદગી વર્ગ ૧ થવાના બદલે વર્ગ ૨ માં થઇ અને તેઓ મામલતદાર બન્યા. તેઓ માત્ર પાંચ માર્ક્સ માટે ક્લાસ ૧ માં પસંદ થવામાં રહી ગયા હતા. પછી ૬ વર્ષ પછી તેમને ફરીથી પ્રયાસ કર્યો અને તેમનું ક્લાસ ૧માં પસંદગી થઇ. પછી તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા.
તેઓ વિદ્યાર્થીઓને એક સલાહ આપે છે કે નોકરી ચાલુ હોય તો તેનાથી સંતુષ્ટ ન થઇ જતા અને બીજી પરીક્ષા માટે મહેનત કરજો અને તેને ન્યાય આપજો. તેમનું સ્પષ્ટરૂપે માનવું છે કે સંઘર્ષ વિના સફરતા નથી. આઈ.કે.પટેલ હાલમાં વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સાબરમતી ગાંધી આશ્રમના મેમોરિયલ પ્રોજેક્ટના osd તરીકે નિમણુંક થયેલ છે. હાલમાં તેઓ તેમના રહેણાંક વિસ્તારમાં ઘણા સારા કામ કરે છે. હંમેશા તેઓ યોગ્ય સલાહ અને માગદર્શન આપતા રહે છે.