એક વખત મહાકાળી માના દરબારમાં જવાથી તે ભક્તનું નામ દર્જ થઈ જાય છે મહાકાળી માનો સંપર્ક થવાથી તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર થઈ જતા હોય છે મન્નત પૂરી થઈ ગયા પછી ટૂંકસમયમાં મહાકાળી માને આપેલું વચન પૂર્ણ કરવું જોઈએ
ભારતમાં મહાકાળીમાના ત્રણ પ્રમુખ સ્થાન આવેલા છે કોલકાતા કાલીઘાટ ઉપર એક શક્તિપીઠ આવેલું છે મધ્ય પ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં ભૈરવગઢમાં ગઢકાલિકા મંદિર આવેલું છે તેને પણ શક્તિપીઠમાં શામિલ કરવામાં આવેલું છે અને ગુજરાત રાજ્યના પાવાગઢના ડુંગર ઉપર મહાકાળીમાં જાગૃત સ્વરૂપે બિરાજમાન છે ગુજરાતમાં આવેલું મહાકાળી માતાનું મંદિર મનોકામના પૂર્ણ કરવા માટે પ્રખ્યાત છે
મહાકાળી માની સાધના ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી માનવામાં આવે છે જે તમારા અટકેલા બધા કાર્યો ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ કરે છે યોગ્ય વિધિવિધાનથી મહાકાળી માની પૂજા કરવામાં આવેતો સાક્ષાત મહાકાળી માં પ્રગટ થતા હોય છે મહાકાળી માની સાધના કરવા માટે કોઈપણ ગુરુ કે જાણકાર વ્યક્તિની મદદ લેવી જરૂરી છે
મહાકાળી માને ખુશ કરવા માટે તેમના ફોટો કે પ્રતિમાની આગળ મહાકાળી મંત્રનો જાપ કરવામાં આવે છે આ પૂજામાં મહાકાળી યંત્રનો પણ પ્રયોગ કરવામાં આવે છે આ સિવાય મહાકાળી માને અલગ-અલગ ભોગ અર્પણ કરીને પણ તેમને ખુશ કરવાની કોશિશ કરવામાં આવે છે જો પૂરી શ્રદ્ધાથી મહાકાળી માની પૂજા કરવામાં આવે તો તમારી દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે મહાકાળી માં પસંદ થવાથી તમારું આખું જીવન ટૂંક જ સમયમાં ખુશીઓથી ભરાઈ જાય છે
મહાકાળી માની પૂજા કે ભક્તિ કરવા વાળા લોકોની હંમેશા માટે મહાકાલી રક્ષા કરતા હોય છે ઘરમાં લાંબા સમયથી ચાલતી બીમારી દૂર થાય છે મહાકાળી માની પૂજા કરવાથી કાળા જાદૂનો કે દુષ્ટ આત્મા તમારી જોડી ભટકતી પણ નથી કાલી પૂજાથી તમામ પ્રકારના દેવામાંથી ટૂંક સમયમાં મુક્તિ મળે છે ધંધામાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓનો અંત આવે છે