મોટાભાગે ઘણા લોકોએ આ સમસ્યાનો સામનો કર્યો હસે કે કોઈવાર કોઈ સબંધી કે મિત્રને સંકટ સમયે કે તકલીફના દિવસોમાં તમે એક સારી ભાવનાથી તેને કોઈ મદદ કરી હોય જેમ કે ઉછીના પૈસા આપ્યા હોય, પણ તે લોકો તેમનું કામ પત્યા પછી જાણો રાજા બની ગયા હોય તેમ તે પૈસા પાછા આપવાનું વિચારતા જ નથી. તેવામાં તેમની જોડે તે પૈસા કેવી રીતે કઢાવવા તેના વિશે આજે અમે તમને જણાવીશું.
મોઠે ભાગે ઉછીના પૈસા આપ્યા હોય તો તેને ભૂલી જવાનો વારો આવતો હોય છે. પરંતુ તેવા લોકો પૈસા લેતા સમયે લાચાર અને ગરીબ ગાય જેવા બની આવતા હોય છે અને પૈસા પાછા આપવાના સમયે આખે આખું તેમનું સ્વરૂપ જ બદલાઈ જતું હોય છે. તેવા સમયે તો તે લોકો આપણી નજરે પણ આવતા નથી જાણે ગાયબ જ થઈ ગયા હોય.
જો તમારી સાથે પણ કોઈવાર આવું બન્યું હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. તમારા માટે અમે આજે આજે એક ઉપાય લઈને આવ્યા છીએ જે તમારી મુશ્કેલીઓ કે ચિંતાને દૂર કરી શકે છે અને તમારા ગયેલા પૈસા પાછા મેળવી શકો છો. તે ઉપાય એટલો જ અસરકારક પણ છે. દરેકના જીવનમાં પૈસાનુ ખૂબ જ મહત્વ છે. ડગલે ને પગલે પૈસાની જરૂરિયાત પડતી હોય છે. આ ઉપાય કરવાથી તમને તમારા પૈસા પાછા મળવાના ચાન્સ વધી જાય છે.
આ ઉપાય માટે એક દિવસ કે જે શુક્રવાર છે તે નક્કી કરી લો તે દિવસે સૌ પ્રથમ કપૂરની કાજલ બનાવી લો. તે દિવસે કપૂરને સળગાવીને તેની ઉપર એક વાસણ ઉધું કરી દો. થોડા સમય પછી તે વાસણ પર કાજળ ભેગી થઈ હસે. તે કાજળ દ્વાર તે વ્યક્તિનું ભોજપત્ર પર નામ લખો જે તમારા પૈસા તમને પરત નથી કરી રહ્યું.
તે ભોજપત્ર ને તમે જ્યાં પૈસા રાખો છો તે સ્થાન પર રાખી દો. આમ કરવાથી તમારા પૈસા પાછા મળવાની શક્યતાઓ વધી જશે. પણ યાદ રાખજો આ ઉપાય શુક્રવારના દિવસે કરવાનો છે.