સેવા પરમો ધર્મનું સૂત્ર આમ તો ઘણી જગ્યાએ સાંભળવા કે લખાયેલું જોવા મળે છે પરંતુ તેના કેટલાક ઉદાહરણો સેવાભાવી લોકો સાર્થક કરી સરાહનીય કામગીરી બજાવે છે, ત્યારે થરાદ બસ ડેપોના પ્રામાણિક કંડકટરની પ્રામાણિકતાએ માનવતાના દર્શન કરાવ્યા છે.
જેમાં થરાદ ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ગોબરભાઈ પ્રજાપતિ જેઓ થરાદથી પાટણ- અમદાવાદ એકસપ્રેસ બસમાં રૂટ પર ફરજ બજાવતા હતાં તે દરમિયાન બસ પરત ફરતા એક મુસાફરનો મોબાઈલ બસમાં પડી જતાં તે કિંમતી મોબાઈલ રૂટ પરના પ્રામાણિક કંડકટરને મળી આવ્યો હતો.
જોકે મોબાઈલ મળી આવતા પ્રામાણિક કંડકટરે મોબાઈલ મૂળ માલિકને બોલાવી અંદાજિત ૧૦,૦૦૦ રૂપિયાનો કિંમતી મોબાઈલ પરત આપતા સેવા પરમો ધર્મ સૂત્ર સાર્થક થવાની સાથે- સાથે પ્રામાણિકતાના દર્શન થતાં જોવા મળ્યા હતા, મોબાઈલ મૂળ માલિકને પરત આપ્યો હોઈ મોબાઈલના મૂળ માલિકે પ્રામાણિક કંડકટરનો આભાર માન્યો હતો.