પોલીસ સૂત્રો માંથી મળતી માહિતી મુજબ દેવગઢબારીયા તાલુકા નાં ટીડકી ગામે રહેતા નવલ ધનાભાઈ નાં ખેતર ની નજીકનાં કોતર માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની પેટીઓ પડેલી હોવાની ખાનગી બાતમી દેવગઢબારીયા પોલીસ મથક નાં પોસઈ પંચાલ ને મળી હતી.
પોલીસ ને મળેલ બાતમી ના આઘારે પોલીસ કર્મીઓ એ તાત્કાલિક બાતમી વાળી જગ્યા એ પહોંચી કોતર માં તપાસ કરતા કોતર ઉપર નાં ઝાડી ઝાખરા માંથી બિયર નંગ 288 કીમત.28.800 તથા પલાસ્ટીક ક્વાર્ટર નંગ 864 ની કીમત 1.12.320 આમ ટોટલ મુદ્દા માલની કુલ કીમત 1.41.120 નો મુદ્દામાલ દેવગઢ બારીયા પોલીસે ઝડપી પાડી પ્રોહિબિશન અંગે nib કાયદેશર ની ફરિયાદ દાખલ કરી આ દારૂ કોનો હતો..?.દારૂ નો જથ્થો અહીંયા કોણ અને કઈ રીતે કયા વાહન માં લાવ્યા વિગેરે દિશા માં તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે દાહોદ જિલ્લા નો માનીતો તહેવાર હોળી ધુળેટી નજીકનાં દિવસોમાં આવી રહેલ હોય આ તહેવારો માં દારૂ નો ધંધો કરી ડબલ રૂપિયા કમાઈ લેવાની લ્હાય માં બુટલેગરો પોલીસ ને પણ આંખે પાટા બંધાવી દારૂ ખાલી કરી દેતા હોય છે. વહેલી સવારે દારૂ ભરેલી ગાડીઓ ગામડા નાં રોડ ઉપર આવી જતી હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. પોલીસે વહેલી સવારે પેટ્રોલિંગ કરવું જરૂરી છે. પણ નાણાકીય વહીવટ નાં જોરે દારૂ ખાલી થઇ જતો હશે તે નકકી છે.