અગાઉ ગામના લોકોએ રબારી સમાજના લોકોને ગાયો ચરાવવા મનાઈ ફરમાવી હતી .
જેની અદાવત રાખી દૂધ લેવા જતા વૃદ્ધ પર લાકડીઓ વડે હુમલો
કડી તાલુકામાં આવેલા થડીદ ગામના રબારી કોમના લોકોની ગાયો ભેંસો થોડમલપુરા ગામની સીમમાં આવતા થોડમલપુરા ગામના લોકોએ ગાયો બેસો ચરાવવાની મનાઈ કરી હતી જેની અદાવત રાખી ત્રણ ઇઅમોએ ભેગા મળી એક વૃદ્ધ પર લાકડીઓ વડે હુમલો કરી માર મારી ઘાયલ કરી મુક્યા હતા
કડી તાલુકામાં આવેલ થોડમલ પુરા ગામમાં થડોદ ગામના રબારી સમાજના લોકો પોતાની ગયો ભેસો થોડમલપુરા ગામના લોકોના ખેતરોમાં ચરતી હતી એ દરમિયાન ગાયો ભેંસો અમારી ચરાવવાની ફરિયાદીના ગામના લોકોએ કરી હતી જોકે બાદમા ફરિયાદી પોતાનું બાઈક લઈને થડોદ ગામમાં દૂધ લેવા ગયા એ દરમિયાન રબારી અજિતભાઈ અને અન્ય ત્રણ ઈસમો ભેગા મળી ફરિયાદી પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા જ્યાં પટેલ હરિભાઈ છોડાવવા આવતા તેઓને પણ લાકડીઓ વડે હુમલો કર્યો હતો સમગ્ર મામલે આસપાસના લોકો આવી જતા હુમલો કરનાર ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા બાદમાં ઇજા પામેલા બે લોકોને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
સમગ્ર મામલે ફરિયાદી પ્રભુભાઈ પટેલે કડી પોલીસ મથકમાં રબારી અજીતભાઈ અને હુમલો કરનાર અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે